પૂર્વ ગર્વનર વજુભાઈ વાળા અને જૈન સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ ખાસ હાજર રહ્યા હતા
રંગીલા રાજકોટની સંગીત પ્રેમી જનતા જૂના ગીતોનાં ચાહક વધુ જોવા મળે છે. ત્યારે શહેરમાં દર માસે જૂના ગીતોની મ્યુઝીકલ ઈવેન્ટ અવારનવાર યોજાતી હોય છે. દેશના નામાંકિત કલાકારો રાજકોટ આંગણે જૂના ગીતો ગાવા માટે આવતા જ રહેતા હોય છે. રોયલ મ્યુઝીક ગ્રુપ દ્વારા પૂર્વ ગર્વનર વજુભાઈ વાળા અને જૈન સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠની વિશેષ ઉપસ્થિતિમાં મ્યુઝિકલ ઈવેન્ટમાં કલાકારોએ શ્રોતાઓને ડોલાવ્યા હતા.
કલ્યાણજી આણંદજીના સુમધૂર ગીતો કરાઓકેના સથવારે નવા જૂના ગીતો સંપૂટ શ્રશેતાઓને ડોલાવ્યા
રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે રોયલ મ્યુઝીક ગૃપ આયોજીત કલ્યાણ આનંદજી સ્પેશ્યલ સંગીત કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ હતો. જેમાં હોનહાર ગાયક કલાકારો ઓરીજીનલ ગીતના કરાઓકે સંગીતના સથવારે હિન્દી ફિલ્મોના નવા-જુના સુમધુર ગીતો ગાઈને અનોખી અદામાં રજુ કરેલ હતા.
રોયલ મ્યુઝીક ગૃપ ના કિરીટભાઈ નિમ્બાર્ક આયોજીત અને શ્રી દિલીપભાઈ શેઠ પ્રેિરત આ કાર્યક્રમ માં કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, ચંદ્રકાંતભાઈ શેઠ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા અને તેઓએ દીપ પ્રાગટય કરેલ હતુ.
આ કાર્યક્રમમાં સુપ્રખ્યાત ગાયક કલાકારો કિરીટભાઈ નિમ્બાર્ક, તારીકભાઈ સઈયદ, સોનલબેન ગઢવી, સુભાષભાઈ ચૌબીસા, ગાર્ગીબેન નિમ્બાર્ક વિગેરે કલાકારોએ કલ્યાણ આનંદજીના જુના નવા ધણા બધા શાનદાર અને યાદગાર ગીતો પીરસીયા અને પ્રેક્સકોને ડોલાવ્યા હતા.
હેમુ ગઢવી હોલ ખાતેના આ કાર્યક્રમમાં રોયલ મ્યુઝીક ગૃપ ના મેઈન ઓર્ગેનાઈઝર કિરીટભાઈ હર હંમેશા સંગીત ક્ષ્ોત્રે નવુ-નવુ આયોજન કરતા આવ્યા છે અને સફળતા પૂર્વક પાર પાડે છે. રાજકોટમાં તેઓ અવાર નવાર સફળ કાર્યક્રમોની હારમાળા સર્જે છે.