‘એકમેસો કે લીયે’ પહેલ ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ગઈઈ નિદેશાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ગઈઈના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે આ પહેલની મૂળ પરિકલ્પના કરી છે છે. આ અભિયાન એક અનન્ય પહેલ છે જેમાં રાજ્યમાં ઘણી મોટી સંખ્યામાં ગઈઈના કેડેટ્સે રાષ્ટ્રના એક જવાબદાર અને શિસ્તપૂર્ણ નાગરિક તરીકે પોતાને તૈયાર કર્યા છે અને તેઓ જે સમાજમાં રહે છે તેના પ્રત્યે પોતાનું સામાજિક ઋણ અદા કરવા માટે આગળ આવ્યા છે. હાલમાં તેઓ કોવિડ-19 મહામારીની તીવ્ર અસરો હેઠળ સેવા આપી રહ્યાં છે.
આ અભિયાનનો પ્રારંભ મે 2021માં કરવામાં આવ્યો છે જેનો તબક્કો-3 હાલમાં ચાલી રહ્યો છે અને પ્રારંભથી જ આ અભિયાન પ્રત્યે લોકો ઘણા ખેંચાઇ રહ્યાં છે અને તેને ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઇ છે.
પ્રથમ તબક્કાનો પ્રારંભ 3 મે 202ના રોજ થયો હતો, જેમાં ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ્રએનસીસી નિદેશાલયના પ્રત્યેક કેડેટ મોબાઇલ ફોનના માધ્યમથી તેમના સેંકડો સંબંધીઓ અને મિત્રો તેમજ પરિચિતો સાથે જોડાયા હતા અને કોવિડ અંગે યોગ્ય વર્તણૂક વિશે તેમનામાં જાગૃતિ સંદેશાઓ ફેલાવ્યા હતા અને રસીકરણનું મહત્વ તેમને સમજાવ્યું હતું. સાથે સાથે માણસથી માણસના સ્પર્શ સાથે તેમનું મનોબળ વધાર્યું હતું
અભિયાનના બીજા તબક્કામાં, ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ગઈઈ નિદેશાલયના કેડેટ્સ તેમના મોબાઇલ ફોન દ્વારા વૃદ્ધાશ્રમોના વડીલો સાથે જોડાવાનું શરૂ કર્યું હતું. આ રીતે જોડાવાનો મૂળ ઉદ્દેશ વૃદ્ધાશ્રમના વડીલો પ્રત્યે ઊંડા પ્રેમ અને આદરની ભાવના અભિવ્યક્ત કરવાનો તેમજ તેમનો જુસ્સો વધારવાનો અને અમે સંભાળ લઇએ છીએ તેવી ભાવના તેમના પ્રત્યે વ્યક્ત કરવાનો હતો. એકંદરે આનો ઉદ્દેશ વૃદ્ધાશ્રમના વડીલો અને ગઈઈના કેડેટ્સ એમ બંને પક્ષે સારો અહેસાસ કરાવવાનો હતો.
ત્રીજો તબક્કો 22 મે 2021ના રોજથી શરૂ થયો છે. આ તબક્કામાં, કેડેટ્સ ભારતીય સૈન્યના નિવૃત્ત કર્મચારીઓ અને શહીદોની વિધવાઓ જેમને આદરપૂર્વક વીરનારીઓ તરીકે ઓળખવામાં આવે છે, તેમની સાથે જોડાયા છે. એક તબક્કા પાછળ એકંદરે, આવા સમયમાં પણ અમે તેમના દ્વારા અને તેમના (વીરનારીઓના) પતિ દ્વારા રાષ્ટ્રને આપવામાં આવેલી સેવાને ભૂલ્યા નથી, તેવો સંદેશો તેમના સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે.
એનસીસી કેડેટ્સમાં ખૂબ જ ઉત્સાહ છે અને તેના કારણે, મોટાપાયે સમાજ સાથે જોડાવાના નવતર અને સમૃદ્ધ વિચારો લાવવા અને કોવિડ અંગે યોગ્ય વર્તણૂકનું મહત્વ સમજાવતા સોશિયલ મેસેજનો ફેલાવો કરવો, લોકોને રસીકરણનું મહત્વ સમજાવવું અને તેમાં પોતાના અનુભવો જણાવવા, સાથે સાથે માણસથી માણસના સ્પર્શ સાથે લોકો સાથે જોડાવું વગેરે પ્રવૃત્તિઓ ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ગઈઈ નિદેશાલયના કેડેટ્સમાં એકધારી ચાલતી રહેશે. આ અભિયાન માટે ચોથો, પાંચમો અને છઠ્ઠો તબક્કો પહેલાંથી જ નક્કી થઇ ગયા છે અને તે પછીના તબક્કાઓ માટેના વિચારો આપવામાં આવ્યા છે જેનો મૂળ ઉદ્દેશ સમાજ સેવા અને સામુદાયિક વિકાસ પ્રત્યે એક જવાબદાર નાગરિક તરીકે આપણી જવાબદારીઓ પૂરી કરવાનો છે.