આજનો યુવા મુશ્કેલી સામે લડી શકે અને કોઈ ખોટુ પગલુ ન ભરીને એ હેતુથી ‘એક અભણ’ વેબ સિરીઝનું નિર્માણ
આજ ના યુવાઓમાં વેબ સિરીઝ નો ખાસ્સો ટ્રેન્ડ જોવા મળે છે.ઉપરાંત વેબ સિરીઝ નો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટ ના જ એક યુવા શુભમ રાઠોડ અને એમની યુવા ટીમ એ મળી ને ઝીરો બજેટ ની એક મોટીવેશનલ વેબ સિરીઝ તૈયાર કરી છે…
જેનો મુખ્ય ધ્યેય આજ ના યુવાનો ને જગાડવાનો અને દરેક યુવા ના જીવન માં આવતી મુશ્કેલીઓ નો સામનો કરી પોતાની મંઝીલ સુધી પહોચાડવાનો છે…આજ નો યુવા મુશ્કેલી સામે લડી શકે અને કોઈ ખોટું પગલું ના ભરી લે એ હેતુ થી આ વેબ સિરીઝ નું નિર્માણ કરવામાં આવ્યું છે…
જેથી તારીખ 20 જુલાઈ ના રોજ પ્રોફેશનલ એજ્યુકેશન સર્વીસીઝ ના મેનેજિંગ ડિરેકટર ઉપરાંત ફેડરેશન ઓફ એકેડેમીક એસોસિએશન – ગુજરાત ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ કરમચંદાણી ના હસ્તે વેબ સિરીઝ નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું…
આ ઉપરાંત પ્રકાશભાઈ એ વિદ્યાર્થી ઓને એક અભણ સિરીઝ નું મહત્વ સમજાવી સંબોધન પણ કર્યા હતા..આ ઇવેન્ટ માં વેબ સિરીઝ ના ડાયરેક્ટર શુભમ રાઠોડ, લીડ એક્ટર જયપ્રકાશ જોશી, એક્ટર પાર્થભાઈ સોહેલિયા , શ્રી હર્શભાઈ ધાંધા ઉપરાંત ધવલ વાળા અને હર્શિતભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતા..