કુલ પાંચ ટેન્કરોમાં 92.97 ટન લિકવીડ મેડીકલ ઓકિસજન સાથે આ ટ્રેન રાજકોટથી સુરેન્દ્રનગર અને પાલનપુર થઇને 1105 કી.મી.નું અંતર કાપશે
રાજકોટ રેલ ડિવીજન દ્વારા હાપાથી દિલ્હી કેંટ માટે તાજેતરમાં પાંચ ટેન્કરોમાં 92.97 ટન લિકવીડ મેડીકલ ઓકિસજન સાથે પોતાની 8મી ઓકિસજન એકસપ્રેસ ચલાવવામાં આવી હતી. આ અંગે વધુ માહીતી આપતા રાજકોટ ડીવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જૈફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ટ્રેન વાયા રાજકોટ, સુરેન્દ્રનગર અને પાલનપુર થઇને દિલ્હી કેંટ સુધી 11.05 કી.મીનું અંતર કાપશે. જામનગર સ્થિત રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ ટેન્કર ઉપલબ્ધ કરાવાયા છે. આ ઓકિસજન ટેન્કરોથી સપ્લાય કરવામાં આવેલી ઓકિસજનને દિલ્હી તથા આસપાસના ક્ષેત્રોમાં કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગ માટે લઇ જવાશે
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ડીવીઝન દ્વારા હજુ સુધી મહારાષ્ટ્ર, દિલ્હી, એન.સી.આર. હરિયાણા અને રાજસ્થાન માટે પોતાના 8 ઓકિસજન એકસપ્રેસ ટ્રેનો મારફત કુલ 594.35 ટન લિકવીડ મેડીકલ ઓકસીજનનું પરિવહન કરવામાં આવ્યું ે. આ ટ્રેનોને ઉચ્ચ પ્રાથમિકતા આપવાની સાથે અબાધિત પથ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા, અને આ ટ્રેનો 52.56 કી.મી. પ્રતિકલાકની રફતારથી ચલાવવામાં આવી રહી છે.