ખોડલધામમાં રંગોળી, રાસ-ગરબા, કિર્તન અને મંત્ર જાપ સાથે માઁ ખોડલની આરાધના

હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. રાજ્યના અનેક મંદિરો અને ધર્મસ્થાનોમાં ચૈત્રી નવરાત્રીની દબદબાભેર ઉજવણી કરાઈ રહી છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીની ભક્તિ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોવાથી ભક્તો દ્વારા માતાજીની વિવિધ રીતે આરાધના કરવામાં આવી રહી છે.

 

ચૈત્રી નવરાત્રીના નવ નોરતાની વિશિષ્ટ રીતે ઉજવણી કરવાનું આયોજન દર વર્ષની જે આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરાયું છે. વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિર-કાગવડ ખાતે ચૈત્રી નવરાત્રીમાંભક્તિમય કાર્યક્રમો થકી મા ખોડલની ઉપાસના કરાઈ રહી છે ત્યારે છઠ્ઠા નોરતે પણ મા ખોડલની આરાધના કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ખોડલધામ ખાતે મા ખોડલની વિશેષ પૂજા અર્ચના કરવા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને દરરોજ હજારો મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહી છે.

છઠ્ઠા નોરતે નોરતે રાજકોટ, ધોરાજી અને દેરડી કુંભાજીથી મહિલા સમિતિની બહેનો મોટી સંખ્યામાં ખોડલધામ ખાતે આવી હતી અને રાસ-ગરબાં, રંગોળી, ફળ સુશોભન, માતાજીને ચુંદડી અર્પણ અને મંત્ર જાપ કર્યા હતા.4 8

ચૈત્રી નવરાત્રી નિમિતે છઠ્ઠા નોરતે “રવિ યોગ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. ખોડલધામ મંદિર કાગવડ ખાતે રાજકોટ,ધોરાજી અને દેરડી કુંભાજીની મહિલાસમિતિ દ્વારા રંગોળી,માતાજીને ચુંદડી અર્પણ, રાસગરબા-ધૂન કીર્તન અને ઓમખોડિયાર માતાએ નમ: ના ૩૦,૨૪૦ મંત્ર જાપ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી.

આ પ્રકારના ભવ્ય કાર્યક્રમો નોમ સુધી ચાલનાર છે. આઠમના દિવસે ખોડલધામ ખાતે હવન યોજાશે અને નોમના દિવસે ગાયત્રી પરિવાર દ્વારા દિપયજ્ઞ યોજાશે.

આ કાર્યક્રમોમાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને ચૈત્રી નવરાત્રીમાં મા ખોડલની આરાધના કરશે. ચૈત્રી નવરાત્રીના આ વિવિધ કાર્યક્રમોમાં કોઈ અગવડ ઉભી ન થાય તે માટે મહિલા સમિતિની બહેનો ભારે જહેમત ઉઠાવી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.