અબતક, લીતેશ ચંદારાણા વાંકાનેર
વાંકાનેરમાં ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવ માટે ગ્રાઉન્ડની માંગ સાથે છેલ્લા આઠ દિવસ ચાલી રહેલ ઉપવાસ આંદોલનમાં જોડાયેલ પૂર્વ ધારાસભ્ય જયોત્સનાબેન જે. સોમાણીની આજે તબીયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અને તેમના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે જયારે ડોકટરના કહેવા મુજબ તેમને સખત આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જયારે પૂર્વ ધારાસભ્યની તબીયત લથડતા ની જાણ શહેરમાં વાયુવેગે પ્રસરતા હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્રીત થતા વાતાવરણ વધુ ગરમાયું છે.
વાંકાનેરમાં ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવ માટે ટોકન ભાડે ગ્રાઉન્ડની મંજુરી મુદે આજે નવમાં દિવસે ગણેશ ઉત્સવ સમીતી દ્વારા વાંકાનેરબંધનું એલાન આપવામાં આવેલ અને સમસ્ત હિન્દુ સમાજ વ્યાપારી સંગઠનોના ભાઇઓ તથ બહેનો દ્વારા શહેરના ટાઉન હોલ પાસેથી જંગી રેલી વહીવટી કચેરીએ જશે ત્યાં તંત્રને આવેદન સુપ્રત કરાશે.
જયાં શહેરના અમુક વિસ્તાર બાદ કરતા મેઇન બજાર, શાક માર્કેટ, માર્કેટ ચોક સહીતના વિસ્તારો સ્વયંભુ બંધમાં જોડાયા હતા.
તંત્ર દ્વારા મંજુરી ન આપવામાં આવતા શહેર બંધ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.