ઇન્ટરનેટથી આજે દરેક વ્યક્તિ પરિચિત છે એ પછી કોઇ પણ ઉંમરની વ્યક્તિ હોય ૪-૫ વર્ષની ઉંમરથી લઇ સિનિયર સીટીઝન સુધી તમામ લોકો ઇન્ટરનેટ માત્ર જાણતા નથી પરંતુ તેનો ઉપયોગ પણ કરે છે. દિવસેને દિવસે ઇન્ટરનેટનો ઉપયોગ વધતો જ જાય છે. ઇન્ટરનેટને અત્યારના સમયની સૌથી મોટી શોધ માનવામાં આવે છે. ૨૦૦૭ની સાલ સુધીમાં ઇન્ટરનેટનું ચલણ વિશ્ર્વભરમાં મોટી માત્રામાં વધી ગયું હતું. દુનિયાભરમાં અનેક પ્રકારની શોધ થઇ છે જેમાંથી ઇન્ટરનેટનો ઉપયોગ સૌથી વધુ થયો છે.

આ શોધથી આપણા જીવનમાં ઘણો બદલાવ તો આવ્યો જ છે સાથો સાથ ઇન્ટરનેટએ આપણું જીવન ઘણું સરળ બનાવ્યું છે. આપણે દિવસના ૨૪ કલાકમાંથી લગભગ ૨૦ કલાક ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોય છે. આજના સમયમાં ઇન્ટરનેટ દરેક વ્યક્તિની જરુરીયાત બની ગઇ છે. ઇન્ટરનેટનો ઉપયોગ એટલી ઝડપથી વધ્યો કે માત્ર એક દશકમાં તો દુનિયા અને ટેકનોલોજી ક્યાંથી ક્યાં પહોંચીએ વિચારથી પણ આપણે આશ્ર્ચર્યમાં મુકાય જાય છીએ. તમે ક્યારેય વિચાર્યુ હતું કે ઇન્ટરનેટની ઉપયોગથી ઓનલાઇન શોપિંગ કરતા થઇ જશું ? ઘરે બેઠા જ આપણે મિલો દૂર બેઠેલા આપણા પરિવારજનો સાથે વિડિયો કોલ કરીશકશું ? નહીં ને ?

આ બધુ હવે આપણા જીવનનો ભાગ બની ગયો છે. તમે ક્યારેય વિચાર્યુ છે કે ઇન્ટરનેટ ક્યાંથી અને કેવી રીતે આવે છે ? વિચાર કરો કે આખી દુનિયામાં એક દિવસ માટે પણ ઇન્ટરનેટ બંધ થઇ જાય તો શું થાય ? આપણી રોજબરોજની જીંદગીમાં તે કેટલું અસર કરે છે. એક દિવસ તો દૂરની વાત છે જો એક મીનીટ માટે પણ ઇન્ટરનેટ વિશ્ર્વભરમાં બંધ થઇ જાય તો કરોડો નહીં પણ અબજો રુપિયાની નુકશાની થઇ શકે છે. એમાં કાયમ માટે ઇન્ટરનેટ બંધ થવાનું તો આપણે ક્યારેય વિચારી પણ ન શકીએ. આજે ઇન્ટરનેટ વિશે અમે એવી વાતો તમને જણાવશું કે તમે આશ્ર્ચર્યમાં પડી જશો.

દુનિયામાં પહેલીવાર ઇન્ટરનેટ ૧૯૬૯ની સાલમાં આવ્યું હતું જેની શરુઆત ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેંસ દ્વારા કરવામાં આવી હતી. ભારત દેશમાં ઇન્ટરનેટની શરુઆત BSNLદ્વારા ૧૯૯૫ની સાલમાં થઇ હતી. થોડા સમયથી ઇન્ટરનેટની ચર્ચા વિશ્ર્વભરમાં થઇ રહી છે. તમને જણાવી દઇએ કે આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ એ સેટેલાઇટના માધ્યમથી માત્ર ૧% જ થઇ શકે છે. આ ઉપરાંત સમુદ્રમાં ફેલાયેલો ૮ લાખ કિલોમીટરથી વધુનો ઓપ્ટિકલ ફાયબર કેબલનો ઉપયોગ ૯૦% વપરાશમાં આવે છે.

લંડનના એક વર્તમાન પત્ર ‘ડેલીમેલ’માં એવું કહેવામાં આવ્યું હતું કે ૮ વર્ષ પછી ઇન્ટરનેટના વધતા જતા ઉપયોગથી એટલી હદ સુધી વધી ગયો હશે કે સુમદ્રમાં પથરાયેલી ઓપ્ટિકલ ફાયબર કેબલ એ ભાર સહન નહીં કરી શકે જેથી હંમેશા માટે ઇન્ટરનેટ બંધ થઇ જશે. જેના લીધે આપણે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
આ વિષય પર નાશા સહિત વિશ્ર્વભરના વૈજ્ઞાનિકોએ પ્રયાસ કરી રહ્યા છે કે આ પરિસ્થિતિ ક્યારેય ન આવે. જ્યારે ઇન્ટરનેટની શરુઆત થઇ ત્યારે તેનો ઉપયોગ આપણે સેટેલાઇટ દ્વારા કરતા હતા. પરંતુ એ હવે ઘણું જૂનું થઇ ગયું છે સાથો સાથ ઇન્ટરનેટની સ્પિડ પણ ઘણી ધીમી હતી. વર્તમાનમાં ઓપ્ટિકલ ફાઇબર કેબલ દ્વારા ૨૫૫ ટેશલાઇટ પ્રતિ સેક્ધડની સ્પિડ મેળવી શક્યા છીએ. અને વૈજ્ઞાનિકો દાવો છે કે તેઓ ભવિષ્યમાં આનાથી પણ વધારે સ્પિડ ઉત્પન્ન કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.