દંબગ અભિનેતાના કો-સ્ટાર માટિન રે ને બનવું તુ રસોયો બની ગયો એક્ટર

સલમાન ખાનની આગામી ફિલ્મ ટ્યુબલાઇટનો સૌથી નાનો કલાકાર અને સલમાનના આઠ વર્ષીય કો-સ્ટાર માટિન રે ટાંગુ સેફ બનવા માંગતો હતો. ટ્યુબલાઇટ ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટમાં માટિને પોતાની વાતોથી સલમાન ખાનને ઇમ્પ્રેસ કરી દીધો હતો. અ‚ણાચલ પ્રદેશના ઇટાનગરના માટિન સૌપ્રથમવાર એક વિશેષ કાર્યક્રમ દરમિયાન મિડીયાથી ‚બ‚ થયો હતો. તેણે કહ્યું હતુ કે, તે ટ્યુબલાઇટ બને તે પહેલા સેફ બનવા ઇચ્છતો હતો. પરંતુ હવે હું એક્ટર બનવા ઇચ્છુ છુ. હવે એક્ટર બની ગયો તો બની ગયો તેમ માટિને સ્ટેજ પર સલમાનને કહ્યું હતું.

ટ્યુબલાઇટના પડદા પાછળના દ્રશ્યોના વિડીયોમાં માટિન ફિલ્મસેટ પર ફરિયાદ કરતા નજરે ચડ્યા હતા. કે તેને શુટિંગ કરવામાં બિલકુલ મજા આવતી નથી કારણકે તેને શેફ બનવું હતુ.

આ દરમિયાન માટિને સલમાનને તેના વિશે કંઇક જણાવવા કહ્યું તો દબંગ અભિનેતા બોલ્યા હતા કે, હું માટિન વિશે શું કહું તે સુપરસ્ટાર છે. ઇટાનગરનો સુપરસ્ટાર છે. માટિને કહ્યું છે કે, તેને સેફ બનવાનો શોખ હોવાથી તે તેના નવરાશના સમયે રસોઇ પણ બનાવશે.

જણાવી દઇએ કે, ટ્યુબલાઇટના પ્રમોશનમાં સલમાનની સાથે માત્ર તેના ભાઇ સોહેલખાન જ શ‚આતથી જોવા મળ્યા હતા. જ્યારે માટિન રે અને ચાઇનીજ એક્ટ્રેસ ઝુઝુને દુર રખાયા હતા. પરંતુ હવે પ્રમોશનલ ઇન્વેન્ટમાં પ્રથમવાર માટિનને મિડીયા સામે લાવવવામાં આપ્યો. ટ્યુબલાઇટના નિર્દેશક કબિરખાનછે જે ઇદના મોકા પર આ શુક્રવારે રીલીઝ થશે. જે ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે થયેલા યુધ્ધની પુષ્ઠભુમિ પર આધારિત છે. ટ્યુબલાઇટમાં બાળકલાકાર તરીકે માટિનને ૧૦ બાળકોમાંથી પસંદગી કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.