- મન હોય તો માળવે જવાય
- દર્શન પટેલ આંખે પાટો બાંધી કોઇપણ વસ્તુના સ્પર્શ, અવાજ અને સુગંધથી જે તે વસ્તુનો કલર, વસ્તુ અને તેને લગત માહિતી આપી શકે: કોઇપણ કરન્સી અને તેના સિરિયલ નંબર પણ બોલી બતાવે છે
- અબતકની મુલાકાતે આવેલા દર્શન પટેલે ઉદાહરણ સાથે વસ્તુઓને સ્પર્શ, સુગંધ, અવાજના માઘ્યમથી ઓળખી બતાવી
આપણા ભારતીય સંસ્કૃતિમાં યોગ, મેડીટેશનનું અનોખું મહત્વ દર્શાવાયું છે. ઋષિ મુનિઓ યોગ, મેડીટેશન (ઘ્યાન) થી જ્ઞાનેન્દ્રીયનો ઉપયોગ કરી અનોખી સિઘ્ધી શકિત પ્રાપ્ત કરતા હતા. આજના સમયમાં પણ યોગ, મેડીટેશનનું અનેકગણું મહત્વ છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે. કે રાજકોટમાં રહેતા આઠ વર્ષીય દર્શન પટેલ મેડીટેશન થકી આંખે પાટા બાંધી કોઇપણ વસ્તુનો સ્પર્શ કરી કોઇપણ વસ્તુને સુધીને અવાજના માઘ્યમથી ઓળખી બતાવે છે. આઠ વર્ષીય દર્શને નાનપણથી પરિવારના સભ્યોને મેડીટેશન કરતા જોયા હતા. જેના કારણે તેને નાનપણથી જ મેડીટેશનમાં રૂચી વધી હતી અને પાંચ વર્ષની નાની વયે મેડીટેશન કરવાનું શરુ કર્યુ હતું. અને નાનામવા સર્કલ પાસે આવેલ કલાસીસના સરજુભાઇ પાસેથી મેડીટેશનના સેશન લેવાનું શરુ કર્યુ હતું. જેમાં શરુઆતમાં વીઝયુલ, સ્મેલ, હીયરીંગના સેશન લીધા હતા અને જેના માઘ્યમથી આજે આંખે પાટો બાંધીને સ્પર્શના માઘ્યમથી કોઇપણ વસ્તુઓને ઓળખી બતાવે છે. જેમાં કોઇપણ વસ્તુનો સમાવેશ થાય છે તેવી જ રીતે કોઇપણ વસ્તુના અવાજ અને સુગંધથી જ જે તે વસ્તુનો કલર, કંઇ વસ્તુ છે તે ઓળખી બતાવે છે.
ત્યારે અબતકની મુલાકાતે આવેલા આઠ વર્ષીય દર્શન પટેલે જણાવ્યું હતું કે મારા ઘરનું વાતાવરણ ખુબ જ ઉર્જાવાન છે મે નાનપણથી મારા પરિવારના સભ્યોને મેડીટેશન, યોગા કરતા જોયેલા હતા. તેઓની પ્રેરણાથી જ મે મેડીટેશન કરવાની શરુઆત નાનપણથી જ કરી હતી. શરુઆતમાં મને ખુબ જ કંટાળો આવતો બેસી બેસીને પગ દુખતા હતા પરંતુ ધીમે ધીમે પ્રેકટીસ કરતાં કરતાં મેડીટેશનમાં રૂચી આવતી ગઇ અને પાંચ વર્ષની ઉમરે મેડીટેશનના સેશન લેવાનું શરુ કર્યુ અને શરુઆતમાં વીઝયુલ, સ્મેલ, હીયરીંગ પર ઘ્યાન કેન્દ્રીત કર્યુ હતું. જેમાં આંખે પાટો બાંધી વસ્તુઓને સ્પર્શ, સુગંધ અને અવાજ થકી કંઇ વસ્તુ છે કેવા રંગ-રૂપ વગેરેને ઓળખી બતાવ્યું હતું. હું દરરોજ અડધીથી એક કલાક સુધી મેડીટેશન ની પ્રેકટીસ કરું છું. હાલ રીમોટયુઇંગના સેશન કરું છું. જેમાં એક જગ્યાએ બેઠા બેઠા દરુ બીજી જગ્યા વિશે જે તે સમયે શું ચાલે છે. તેનો ખ્યાલ આવી શકે આવનારા દિવસોમાં એસ્ટ્રેલ ટ્રાવેલ, કોન્ટમ સ્પીડ રીંડીંગ, ઓરા – સ્કેન વગેરેના સેશન કરીશ.
હું નાક, કાન આંખની ઇન્દ્રીયોના ઉપયોગ થશી આંખે પાટો બાંધીને વસ્તુઓને ઓળખી બતાવું છું.
વધુ માં વાત કરતા દર્શન પટેલ એ જણાવ્યું હતું કે હું અત્યારે દરરોજ મેડિટેશન માટે સમય કાઢી જ લવ છું.. અને મને મેડિટેશન માં અનોખી રુચિ છે… મારું દૈનિક કરી પૂર્ણ કર્યા બાદ મેડિટેશન ના સેશન માં જાવ છું.. અને અત્યાર સુધી માં વિઝ્યુલ , લીસનિંગ સહિતના સેશન્સ પૂરા કર્યા છે… મને મારા પરિવાર નો ઘણો સપોર્ટ મળી રહ્યો છે.. જેના થકી તેમના પ્રોત્સાહન થી હું આગળ વધી રહ્યો છું… હવે મને મેડિટેશન દરમિયાન વિવિધ સારા અનુભવો થઈ થયા છે..