રાજકોટના નામચીન બુટલેગરે વિદેશી દારૂ મગાવતા અમદાવાદના શખ્સો દારૂની ડીલીવરી કરવા પાંચ શખ્સો આવ્યા’તા
કોરોનાની મહામારીના કારણે લોકડાઉન જેવી સ્થિતી છે ત્યારે રાજકોટના નામચીન બુટલેગરે ગોંડલના જામવાડી પાસે વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવી કટીંગ કરી રહ્યો હતો ત્યારે એલસીબી સ્ટાફે દરોડો પાડી 7648 બોટલ વિદેશી દારૂ, ત્રણ વાહન, મોબાઇલ અને રોકડ મળી આઠ શખ્સોને ઝડપી લીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજગકોટના કોઠારિયા રોડ પર રહેતા અને અવાર નવાર વિદેશી દારૂના ગુનામાં ઝડપાયેલા ધવલ રસીક સાવલીયા નામના બુટલેગરે વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવી ગોંડલના જામવાડી સબ સ્ટેશન પાસે ઉર્જા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ પાસે ગોલ્ડન એગ્રી એક્ષપોર્ટ નામના કારખાનાની બાજુના ગોડાઉનમાં કટીંગ કરતો હોવાની બાતમીના આધારે એલસીબી પી.આઇ. એ.આર. ગોહિલ, પી.એસ.આઇ. વી.એમ.કોલાદરા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, રહીમભાઇ દલ, મહેલુભાઇ બારોટ અને અમુભાઇ વીરડા સહિતના સ્ટાફે ગતરાતે વિદેશી દારૂ અંગે જામવાડી ખાતે દરોડો પાડયો હતો.
પોલીસે વિદેશી દારૂ અંગે દરોડો પાડયો ત્યારે રાજકોટના નામચીન બુટલેગર ધવલ રસીક સાવલીયા, ગોંડલ ચોકડી રાજકમલ પંપ પાસે રહેતા સાદાબ મુન્તીયાઝ, રસુલ નવાબ, અમદાવાદ મેઘાણીનગરના રાહુલ અમરતલાલ માલી, હસમુખ રમેશ વાઘેલા, અમદાવાદ ચમનપુરાના હરીશ બાબુલાલ માલી, રાજસ્થાન ચિતોડગઢના લોકેશ લાલુરામજી રેગર અને રામલાલ ચુનીલાલજી મેઘવાળ નામના શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસ તપાસ દરમિયાન બુટલેગર ધવલ સાવલીયાએ રાજસ્થાનથી વિદેશી દારૂ મગાવતા રાજસ્થાનના ચિતોડગઢના લોકેશ લાલુરામજી અને રામલાલ ચુનિલાલજી મેઘવાળ નામના શખ્સો પોતાના ટ્રકમાં રૂા.24 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની 7648 બોટલ વિદેશી દારૂ જામવાડી ખાતે ડીલીવરી કરવા આવ્યા હતા. રસુલ અને સાદાબ નામના શખ્સો કટીંગ કરી રહ્ય હતા. અને અમદાવાદના હરીશ બાબુલાલ, હસમનવખ રમેશ અને રાહુલ અમરતલાલ વિદેશી દારૂની ડીલીવરી કરાવવા આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
દારૂ, ત્રણ વાહન, રોકડા અને મોબાઇલ મળી
રૂા.40.41 લાખનો મુદામાલ કબ્જે કરતી એલસીબી
એલસીબી સ્ટાફે વિદેશી દારૂ, ત્રણ વાહન, મોબાઇલ અને રોકડ મળી રૂા40.41 લાખનો મુદામાલ કબ્જે કરી તમામ શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.