દીવમાં કોરોના ના કુલ ૧૪ કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાંથી અત્યાર સુધી કુલ ૧૦ દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ દીવમાં ચાર કેસ પોઝીટીવ છે જે દિવ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. અન્ય શહેરો કરતા દીવ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા ખૂબ જ ઓછી છે જે ખરેખર દીવ પ્રશાસન અને દીવ ના લોકો ની સમજદારીને આભારી છે. તારીખ ૧લી જુલાઇ ડોક્ટર ડે ના દિવસે દીવ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ આઠ વ્યક્તિઓ નો રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી હતી. જેથી કરીને દીવ પ્રશાસન અને દિવના લોકોમાં ખુશીની લાગણી વહેતી થઈ હતી. જ્યારે બીજી તરફ ક્ધટેન્મેન્ટ ઝોન માં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા દીવ કોલેજ ના મહિલા પ્રોફેસરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલા પ્રોફેસર લોકોની સેવા કરતા કરતા કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોઝિટિવ આવેલા હોય.દીવના લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ મહિલા પ્રોફેસર ઘોઘલા માં સરકારી ક્વાર્ટર્સમાં રહેતા હોવાથી સરકારી ક્વાટર્સ ને ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરેલ છે તેમજ તેના સંપર્કમાં આવનાર અમુક વ્યક્તિઓને ફેસીલીટી કોરોનટાઇન કરવામાં આવ્યા છે
દીવમાં આઠ દર્દીઓએ કોરોનાને આપી મ્હાતદીવમાં આઠ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
Previous Articleગોંડલમાં બે ધન્વંતરી રથની ફાળવણી
Next Article અદાણી-રિલાયન્સને ટકકર આપવા મિતલ મેદાનમાં