વાલ્મીકીવાસમાં પત્તા ટીચતા પાંચ પત્તા પ્રેમીની ધરપકડ
શહેરમાં દારૂ જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા ઘોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે માલધારી ફાટક અને વાલ્મીકી વાસમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૩ શકુનીઓને રૂ ૪૬૮૦ની રોકડ રકમ સાથે દબોચી લીધા હતા.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માલધારી ફાટક પાસે ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે આજીડેમ પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા મહેશ રામજી પરમાર દિપક જીવણ વાઘેલા, પીન્ટુ શ્રીગીરજેશકુમાર પાઠક, ઉપેન્દ્ર શ્રીનાથ રાજાભર, સુરજ શોભાલાલ મંડલ, શ્રીકાંતકુમાર લખીશાહ બનીયા, ગોપાલ રામક્રિઝલાવત કુશવાહ અને ધર્મેન્દ્ર ચેતરામ ફૂલઆદીવાસીને ઝડપીલીધા હતા. જુગારના પટમાંથી રૂ .૧૬૦૦ની રોકડ રકમ જપ્ત કરી હતી હેડ કોન્સ્ટેબલ જીમુભાઈ ભમ્મર સહિતના સ્ટાફે ગૂનોનોંધી તપાસ આદરી છે.
જયારે બીજા બનાવમાં વાલ્મીકીવાસમાં જાહેરમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીનાં આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી જુગાર રમતાં સંગેશ હરી ઘાવરી, અનિલ જીવરાજ વાઘેલા, જીજ્ઞેશ વાલજી ઝાલા, રોહિલ જગદીશ નારોલા અને અશોક નરશી ગોહેલને રૂ ૩૦૮૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા હેડ કોન્સ્ટેબલ એ.ડી. મકવાણાએ પતાપ્રેમી સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.