ગણેશ એપાર્ટમેન્ટમાં ચાર મહિલા સહિત સાત ઝડપાયા
હાપા, મોટાથાવરીયા, વોડીસીંગ(રણુંજા) વરવાળામાં જુગારીયા ઝડપાયા
જામનગરની વિશાલ હોટલ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં ગઈકાલે સાંજે એલસીબીએ દરોડો પાડી ત્રણ શખ્સ અને ચાર મહિલાને જુગાર રમતા પકડ્યા છે જ્યારે હાપામાંથી પાંચ મહિલા તીનપત્તી રમતા ઝડપાઈ છે. જુગારના કુલ આઠ દરોડામાં પાંત્રીસ શખ્સો, નવ મહિલા પોણા છ લાખના મુદ્દામાલ સાથે પકડાયા છે. એક નાસી ગયો છે.
જામનગરના દિગ્જામ સર્કલથી સમર્પણ હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર આવેલા ગણેશ એપાર્ટમેન્ટમાં ગઈકાલે સાંજે એક શખ્સ જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી પેટ્રોલીંગમાં રહેલા એલસીબીના અશોક સોલંકી, ફીરોઝ દલ, ખીમભાઈ ભોચીયાને મળતા પીઆઈ એમ.જે. જલુને તેની વિગત અપાયા પછી એલસીબીના કાફલાએ આ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ૩૦૨ નંબરના કમલેશ મણીલાલ જોગીયા નામના સોની શખ્સના ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. ત્યાં કમલેશને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમી રહેલા મયુર નારણભાઈ મારૃ, મોહસીન અબ્દુલ અખાણી તેમજ દક્ષાબેન ત્રીભુવનભાઈ અઘેરા, શિલ્પાબેન કમલેશભાઈ જોગીયા, અરૃણાબેન કાનાભાઈ કોડીયાતર અને ભાવનાબેન પરબતભાઈ ગોજીયા નામના છ વ્યક્તિઓ મળી આવ્યા હતાં. એલસીબીએ પટ્ટમાંથી રૃા. ૫૬,૫૦૦ રોકડા, એક મોટર, એક બાઈક મળી કુલ રૃા. ૪,૭૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ સામે જુગારધારાની કલમ ૪,૫ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.
જામનગરના હાપાના ખારી વિસ્તારમાં ગઈકાલે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા કારીબેન હરજીભાઈ કોળી, કંચનબેન મુકેશભાઈ કોળી, મંજુબેન વાલાભાઈ બેરડીયા, બેબીબેન બાબુભાઈ કોળી, શાંતાબેન મોહનભાઈ ચાવડા નામના પાંચ મહિલાને પોલીસે પકડી લઈ પટ્ટમાંથી રૃા. ૬૯૩૦ રોકડા કબજે લીધા છે.
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા રમેશભાઈ ચનાભાઈ મકવાણા, છગનભાઈ અમરાભાઈ મકવાણા, ખીમજીભાઈ ગોવિંદભાઈ ખીમસુરીયા, રમેશ પુનાભાઈ મકવાણા, કલ્પેશ દેવજીભાઈ મકવાણા નામના પાંચ શખ્સ પકડાઈ ગયા હતાં. પોલીસે રૃા. ૧૦,૦૪૦ કબજે કર્યા છે.
કાલવડ તાલુકાના વોડીસાંગ (રણુજા) ગામની સીમમાં ગઈકાલે બપોરે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી લાલજીભાઈ કલાભાઈ કમાણી, વિનોદભાઈ ભીખુભાઈ પટેલ, અશ્વીન નાથાભાઈ પટેલ, હરસુખભાઈ જમનભાઈ પટેલ, પંકજ જીવાભાઈ પટેલ, પંકજ વલ્લભભાઈ પટેલ નામના છ શખ્સ ઝડપાઈ ગયા હતાં. તેઓના કબજામાંથી ગંજીપાના અને રૃા. ૧૪,૭૫૦ રોકડા, ત્રણ મોટરસાયકલ મળી કુલ રૃા. ૪૪,૭૫૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાંથી ભુપત લાખાભાઈ કોળી, હરેશ રણમલભાઈ કોળી, ભુપત ભીમાભાઈ ગુજરાતી નામના ત્રણ શખ્સ જુગાર રમતા ઝડપાઈ ગયા હતાં. રૃા. ૫૫૩૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારા અને આ શખ્સોએ માસ્ક પહેર્યું ન હોય અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કર્યો હોય અલગથી ગુન્હો નોંધ્યો છે. શેઠવડાળા નજીકની સોનવાડી સીમમાં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા કિરણસિંહ અનુભા જાડેજા, ઈકબાલ મુગલભાઈ નોયડા, મહેન્દ્ર વિઠ્ઠલભાઈ કોળી, પ્રકાશસિંહ કિશોરસિંહ વાળા, અનિરૃદ્ધસિંહ ભીખુભા વાળા, લલીત માકડીયા, ફુલચંદ મોહનલાલ પટેલ, હિતેશ હરીભાઈ પટેલ, મગનભાઈ પોપટભાઈ દવે નામના નવ શખ્સ ઝડપાઈ ગયા હતાં જ્યારે ઉપલેટાના રાજપરાનો જશુભા નાથુભા વાળા નામનો શખ્સ પલાયન થઈ ગયો હતો. પટ્ટમાંથી ત્રણ મોબાઈ અને રૃા. ૧૭,૭૦૦ રોકડા કબજે થયા છે.
જામજોધપુર શહેરમાં ગઈરાત્રે પોલીસે દરોડો પાડતા વરજાંગભાઈ કેશુભાઈ ગઢવી, સુરેશ જગાભાઈ ડાંગર, રાજેશ સુરેશભાઈ મોનાણી, નારણભાઈ કેશુભાઈ ગઢવી, વીરમ રાજસીભાઈ ગઢવી નામના પાંચ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતાં. રૃા. ૧૧,૯૯૦ કબજે કરી પોલીસે જુગારધારા તથા રાત્રી કર્ફયુનો ભંગ કરવા અંગે ગુન્હો નોંધ્યો છે.
જોડીયાના કેસીયામાં ગઈકાલે સાંજે તીનપત્તી કૂટતા મહેશ રાયધન દેવીપુજક, રમેશ નાથાભાઈ ભરવાડ, રાજેશ બીજલભાઈ ભરવાડ અને અનિલ કરમસીભાઈ દેવીપુજક નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ રૃા. ૫૨૬૦ રોકડા કબ્જે લીધા છે.