• ડેડીયાપાડામાં 6, ગરૂડેશ્ર્વરમાં પાંચ ઇંચ: ઉમરપાડા-નાડોદમાં ચાર ઇંચ
  • રાજકોટમાં વેસ્ટ ઝોનમાં સવારે ધોધમાર વરસાદ: વાતાવરણ એકરસ

રાજયમાં આજે સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યા છે. હજી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છ. આજે સવારે ચાર કલાકમાં નર્મદા જિલ્લાના તિલક વાડા તાલુકામાં સુપડા ધારે આઠ ઇંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. ડેડીયા પાડા અને ગરૂડેશ્ર્વરમાં પણ સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. પાંચ ઇંચ પાણી પડી ગયો હતો. સવારથી રાજયના 109 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે.

રાજયમાં આગામી 14મી જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ સવારે નર્મદા જીલ્લાના તીલકવાડામાં ચાર કલાકમાં સાંબેલાધારે આઠ ઇંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.

આ ઉપરાંત ડેડીયા પાડામાં છ ઇંચ, ગરૂડેશ્ર્વરમાં પાચ ઇંચ, .મરપાડા અને નાડોદમાં ચાર-ચાર ઇંચ, સાગબારામાં 3 ઇંચ, કપરાડામાં અઢી ઇંચ, ડાંગમાં અઢી ઇંચ, ધનસુરામાં અઢી ઇંચ, વીજાપુરમાં બે ઇંચ, માણસા, ધરમપુર, પ્રાંતિજ, નસવાડીમાં પોણા બે ઇંચ, માંડવી દશકોઇ, હિંમતનગરમાં દોઢ ઇંચ, વરસાદ પડયો હતો સવારથી રાજયના 109 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં વેસ્ટ ઝોન વિસ્તારમા જોરદાર વરસાદ પડયો હતો.

ઉત્તર ગુજરાતમાં મેઘાના રૂષણા માત્ર 20.44 ટકા જ વરસાદ

સમગ્ર રાજ્યમાં છેલ્લા આઠ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને મેઘરાજાએ પાણી-પાણી કરી દીધા છે. જેની સરખામણીએ ઉત્તર ગુજરાતમાં મેઘાના રૂષણા જોવા મળી રહ્યા છે. માત્ર 20.44 ટકા જેટલો વરસાદ પડ્યો છે. ગઇકાલે પણ ઉત્તર ગુજરાતના અલગ-અલગ 6 જિલ્લાઓમાં માત્ર હળવા ઝાપટાથી લઇ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાટણ જિલ્લામાં 21.44 ટકા, બનાસકાંઠા જિલ્લામાં 24.51 ટકા, મહેસાણા જિલ્લામાં સૌથી ઓછો 16.24 ટકા, સાબરકાંઠા જિલ્લામાં 22.58 ટકા, અરવલ્લી જિલ્લામાં 18.24 ટકા અને ગાંધીનગર જિલ્લામાં 20.24 ટકા વરસાદ પડ્યો છે. પોરબંદર અને જૂનાગઢ જિલ્લો ‘પાણીદાર’: ઝાલાવડમાં હજુ વરસાદની ખેંચ

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પોરબંદર જિલ્લામાં 57.80 ટકા વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 26.39 ટકા જ પાણી પડ્યું

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. 39.43 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. પોરબંદર અને જૂનાગઢ જિલ્લો પાણીદાર બની ગયા છે. જો કે, ઝાલાવડ પંથકમાં હજુ વરસાદની ખેંચ વર્તાઇ રહી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પોરબંદર જિલ્લામાં 57.80 ટકા જેટલો પડી ગયો છે.

આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં 49.54 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 45.11 ટકા, અમરેલી જિલ્લામાં 34.48 ટકા, ભાવનગર જિલ્લામાં 28.24 ટકા, બોટાદ જિલ્લામાં 39.43 ટકા, જામનગર જિલ્લામાં 40.12 ટકા, મોરબી જિલ્લામાં 37.10 ટકા, રાજકોટ જિલ્લામાં 36.16 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 26.39 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. સૌથી વધુ વરસાદ દ્વારકા તાલુકામાં 91.41 ટકા જેટલો વરસી ગયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઘોઘા તાલુકામાં માત્ર 12.39 ટકા જ પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.