દસ દિવસની નવજાત બાળકી પણ સંક્રમિત થતા રાજકોટ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાઈ

અબતક,જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ

કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ગોંડલ સરકારી હોસ્પિટલના નર્સ પોઝિટિવ થયા બાદ તેના પરિવારના આઠ સભ્યો કોરોના પોઝિટિવ થતા કોણ કોની સંભાળ રાખશે તેવી પરિસ્થિતિ ઉદ્દભવવા પામી છે દુ:ખની વાત તો એ કે પરિવારમાં દસ દિવસ પહેલાં નવજાત બાળકીનો જન્મ થયો હોય તે પણ કોરોના પોઝિટિવ આવતા હાલ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાની ત્રીજી લહેરમાં તબીબો અને મેડિકલ સ્ટાફ જીવના જોખમે કોરોના વોરિયર્સ બની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં સિસ્ટર તરીકે ફરજ બજાવતાં અને રોયલ રેસિડેન્સીમાં રહેતા હેતલબેન જે બાકરોલીયા ઉ.વ. 44 દર્દીઓની સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ થવા પામ્યા હતા ત્યારબાદ તેમના પતિ પાંચિયાવદર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ કંબોડિયા પણ કોરોના પોઝિટિવ થયા હતા અને ત્યારબાદ દીકરી કૃપાલી અને દીકરો ક્રિશ પણ સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમણને એટલેથી જ અટકવુના હોય નર્સ હેતલબેન ના ભાભી કૃપાબેન આશિષભાઈ બાકરોલીયા ડિલિવરી માટે ગોંડલ આવ્યા હોય તે તેમના પતિ આશિષભાઈ અને દસ દિવસની નવજાત દીકરી, આઠ વર્ષની ઝલક પણ કોરોના પોઝિટિવ થઈ જવા પામ્યા હતા નવજાત બાળકી ને ઓક્સીજનની જરૂરિયાત પડે તેમ હોય તબીબોના સૂચનથી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઇ રાજ્યગુરુ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે નવજાત બાળકી અને તેની માતાને રાજકોટ કેટીચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કોરોના એટલેથી જ ન અટકી નર્સ હેતલબેન ના માતા મંગળાબેન જયંતીભાઈ બાકરોલીયા ઉ.વ. 68 ને ઝપટમાં લઈ લીધા હતા આ તકે પરિવારની પરિસ્થિતિ એવી વણસી હતી કે કોણ કોની સંભાળ રાખશે તેવા પ્રશ્નો ઉદભવ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.