મહેસૂલ વિભાગે સીઆર મંગાવ્યા : ત્રણેક મહિનામાં પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ થાય તેવો અંદાજ
રાજકોટમાં જિલ્લાના આઠ નાયબ મામલતદારોને મામલતદાર ના પ્રમોશન આપવામાં આવનાર છે. આ માટે મહેસુલ વિભાગે જિલ્લા કલેકટર તંત્ર પાસેથી નાયબ મામલતદારોના સીઆર મંગાવવામાં આવ્યા છે. આ પ્રક્રિયા અંદાજે ત્રણેક મહિનામાં પૂર્ણ થઈ જાય તેવો અંદાજ છે. નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવા સરકારના મહેસુલ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. જે માટે જિલ્લા કલેકટરો પાસેથી નાયબ મામલતદારોના સીઆર મંગાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી તંત્ર દ્વારા એ.એમ.મકવાણા, સી.ટી. ચોવટીયા, વી.એલ.ધાનાણી, એસ.એચ. હાંસલીયા, એચ.ડી. પરસાણીયા, આર.એસ.લાવડીયા, એમ.કે.રામાંણી અને બી.જે. પંડ્યાના સીઆર મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જિલ્લાના આ આઠ નાયબ મામલતદારોને ટૂંક સમયમાં મામલતદાર તરીકે પ્રમોશન મળવાના છે. આ પ્રક્રિયા મહેસુલ વિભાગ દ્વારા અંદાજે ત્રણેક મહિનામાં પૂર્ણ કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.