રોષે ભરાયેલા ગૌપ્રેમીઓએ કર્યું ચકકાજામ: કડક કાર્યવાહીની ખાતરી બાદ મામલો થાળે પડયો
માંગરોળના ખરેડા રેલવે ફાટક પાસે કોઈ હરામીએ ઝેરી લાડી ખવડાવી આઠ ગાય અને એક ખૂંટીયાને મોતને ઘાટ ઉતારી દેતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
જૂનાગઢ માંગરોળ તાલુકાના ખરેડા ફાટક પાસે આઠ ગાયોના મોત થતા ગૌપ્રેમીઓએ ખરેડાથી માંગરોળ માધવપૂર તરફ જતો રસ્તો ચકકાજામ કરી રસ્તો બંધ કરતા પોલીસ આવી મામલો થાળે પાડયો હતો. જયારે આવુ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.
પ્રાથમિક તપાસ દરમ્યાન ગામલોકો જણાવીરહ્યા છે કે આ પશુઓને ઝેરી લાડુ ખવડાવી ને મોતને ઘાટ ઉતારાયા હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. ગાયોના મોતથી ખરેડા ગામ બંધ રહ્યુંહતુ. જયારે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી.
જયારે આવી હિન્દુધર્મની ગાય માતાઓના મોત થતા આજુબાજુ વિસ્તારમાં લોકો રડી પડયા હતા આવા ઝેરી લાડુ આપનાર પાપીઓને તાત્કાલીક પકડી કડકમાં કડક સજા થાય તેવી ગ્રામલોકોએ માંગ કરી છે.
જયારે આ ઘટના જાણ થતા કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા ભાજપ પ્રમુખ રામજીભાઈ ચુડાસમાં સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા લોકોને શાંત રહેવા અપીલ કરી હતી.