જો તમે આઉટ ઓફ ઇન્ડીયામાં ફરવા જવાનું વિચારતા હોવ અને તમારી પાસે વિઝા નથી તો આપને ખાસ ફરવા જવા માટે વિઝા લેવાની જરુર નથી.
જી હા દોસ્તો આજે એવા દેશ વિશે જાણશું કે જ્યાં ફરવા જવા માટે વિઝાની જરુર રહેતી નથી આપ અહીં વગર વિઝાથી જઇ શકો છો.
દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં વીઝાની જરુરત નથી રહેતી ટુરીઝમ ઓફ ઇન્ડીયાએ એવા દેશોની યાદી જાહેર કરી છે જ્યાં ભારતીયો વગર વિઝાથી ફરવા જઇ શકે છે.
આવો જાણીએ આ દેશો ક્યા ક્યા છે.
– ભુટાનમાં ફરવા માટે માત્ર પાસપોર્ટની જરુર છે.
– ફિઝીમાં આપ વિઝા વગર ચાર મહિના રહી શકો છો.
– મકાઉમાં રજાના દિવસો ગાળાવા માટે લગભગ ૩૦ દિવસ માટે વિઝાની જરુર રહેતી નથી.
– મોરેસીસમાં ૯૦ દિવસ માટે વિઝાની જરુરત રહેતી નથી
– માલદ્રીપમાં પણ વગર વિઝાથી આપ ૯૦ દિવસ સુધી એન્જોય કરી શકો છો.
– નેપાલમાં પણ આપ વગર વિઝાએ આરામથી ફરવા થઇ શકો છો.
– કુક આઇલેન્ડમાં ૩૧ દિવસ સુધી વીઝાની જરુર રહેતી નથી પરંતુ આથી વધુ દિવસ રોકાવવા માટે વીઝા લેવા જરુરી છે.
– કંબોડીયામાં ૩૦ દિવસોમાં વગર વિઝાએ આરામથી ફરી શકો છો.