જામનગરના મોટી ભલસાણ ગામમાં એક રહેણાંક મકાનમાં ગઈકાલે પૂર્વ બાતમીના આધારે ત્રાટકેલી એલસીબીએ જુગારધામ પકડી પાડયું છે. સ્થળ પરથી જુગાર રમાડતો એક અને જુગાર રમતા સાત ઝડપાયા છે.જ્યારે કોટવાળ ફળી પાસેથી આઠ શખ્સો અને દરેડમાંથી પાંચ શખ્સો પાના કૂટતા પકડાયા છે. ઉપરાંત પાંચ શખ્સોને ઘોડીપાસાનો જુગાર રમતા ઝડપી લેવાયા છે.
જામનગર તાલુકાના મોટી ભલસાણમાં આવેલા એક મકાનમાં ગઈકાલે સાંજે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી એલસીબીના રામદેવસિંહ ઝાલા તથા દિલીપ તલાવડિયાને મળતા પીઆઈ આર.એ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબીના સ્ટાફે મોટી ભલસાણમાં ધસી જઈ ત્યાં આવેલા સુરૃભા અનુભા સોઢાના મકાનમાં દરોડો પાડયો હતો.આ સ્થળે સુરૃભાને નાલ આપી તેમના મકાનમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા અનિલ પરસોત્તમ ચોવટિયા, દેવેન્દ્રસિંહ ગુણવંતસિંહ જાડેજા, સંજય અરશીભાઈ સોચા, બિપીન અરજણભાઈ ભાલોડિયા, ઈદ્રીશ હબીબ સંધી, ભાયા હમીર સોચા તથા કેશુ ગોરધનભાઈ અજુડિયા નામના સાત શખ્સો મળી આવ્યા હતા.
એલસીબીએ પટમાંથી રૃા.૬૦૫૦૦ રોકડા, બે મોટરસાયકલ, એક ઈકો મોટર મળી કુલ રૃા.૨૦૦૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સો સામે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવાયો છે. આ કાર્યવાહીમાં પીએસઆઈ વી.એમ. લગારિયા, વી.વી. વાગડિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ, હરપાલસિંહ, હરેન્દ્રસિંહ, ભરતભાઈ પટેલ, નાનજી પટેલ, કરણસિંહ, ગજેન્દ્રસિંહ, રામદેવસિંહ, દિલીપ તલાવડિયા, શરદ પરમાર, પ્રતાપ ખાચર, મિતેશ પટેલ, નિર્મળસિંહ બી. જાડેજા, હરદીપ ધાધલ, નિર્મળસિંહ એસ. જાડેજા, દિનેશ ગોહિલ, કમલેશ ગરસર, ભગીરથસિંહ, લક્ષ્મણ ભાટિયા, એ.બી. જાડેજા, અરવિંદગીરી સાથે રહ્યા હતા.જામનગર નજીકના દરેડના નીલગીરી વિસ્તારમાં નદીના કાંઠે બાવળની ઝાડીઓમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમી રહેલા ડાયા મુરાભાઈ વારસાકિયા, નારણ માંડાભાઈ ભરવાડ, શિપુ શંભુ ચૌહાણ, પ્યારેલાલ સરમલા શાહની, માધવ પંકરી મરાઠી નામના પાંચ શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા હતા. પટમાંથી રૃા.૧૦૫૩૦ રોકડા કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ પાસે આવેલી કોટવાળ ફળીમાં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી દરબારગઢ પોલીસ ચોકીના પો.કો. સંજય પરમાર, દિનેશ સાગઠિયાને મળતા તેઓએ પીઆઈ એમ.એમ. રાઠોડની સૂચનાથી અને પીએસઆઈ વાય.એસ. ગામીતના વડપણ હેઠળ દેના બેંકવાળી ગલીના ખૂણા પર દરોડો પાડતા ત્યાંથી રમેશ ગોકળભાઈ ખવાસ, હિતેશ કિશોરભાઈ ચૌહાણ, મુસ્તફા કરીમ કુરેશી, મનોજ રમેશ ભટ્ટી, અરવિંદ બાબુલાલ મકવાણા, નરોત્તમ ભગવાનજી નકુમ, મહેશ કિશોરભાઈ ચૌહાણ તથા રમેશ રામજીભાઈ પરમાર નામના આઠ શખ્સો પકડાઈ ગયા હતા. રૃા.૧૦૧૧૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.જામનગરના ગુલાબનગર નજીકના નવનાલા નીચે ગઈકાલે સાંજે જાહેરમાં ઘોડીપાસા ફેંકી પૈસાની હારજીત કરી રહેલા યાકુબ રફીક શેખ, જાવિદમહંમદ, હુસેન દરજાદા, અબ્દુલસતાર, સલીમ શેખ, ઈમરાન મહંમદહુસેન શેખ તેમજ લતીફ એલિયાશ કાદરી નામના પાંચ શખ્સો ઝડપાઈ ગયા હતા. પીએસઆઈ ડી.ડી. લાડુમોરે રૃા.૧૦૧૩૫ રોકડા, પાંચ મોબાઈલ કબજે કરી આરોપીઓ સામે ગુન્હાની નોંધ કરી છે. પોલીસના દરોડા વેળાએ અફઝલ ઈકબાલ શેખ નામનો શખ્સ નાસી ગયો છે.