કેટલાક વિરોધીઓ દ્વારા ઈડર તાલુકા વિકાસ અધિકારીને બદનામ કરવાની સાજીશ
ઈડર તાલુકા વિકાસ અધિકારીને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા થકી એક મેસેજ વાઈરલ કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે ઈડર તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક વિઘ્નસંતોષી લોકો દ્વારા મારી સારી કામગીરી જોઈ શકતા નથી અને તાલુકા પંચાયતના તમામ વિભાગોમાં હું વ્યક્તિગત રસ લઈને વિકાસના કામોમાં ડે ટુ ડે માહિતી લઉં છું ત્યારે સ્વાભાવિક છે કે કેટલાંક લોકોને ગમે કે ન ગમે એટલે મને બદનામ કરવાનું આ પ્રકારનુ કાવતરું રચ્યું છે જો અધિકારીની ભૂતકાળની વાત કરવામાં આવે તો તેઓ ઈડર ખાતે વિસ્તરણ અધિકારી તરીકે સફળ કામગીરી કરી ચૂક્યા છે અને ત્યાર બાદ તેમને તાલુકા વિકાસ માટે અધિકારી તરીકે બઢતી મળતાં તેઓ ગણા સમય બાદ ઈડર ખાતે બદલી થઈને આવ્યા હતા અને આવતાની સાથે તેમને વર્ષો જૂની ઈડરની યાદ અપાવી હતી અને વિસ્તરણ અધિકારી તરીકે કરેલી કામગીરીથી લોકો સંપર્કમાં રહેલા અને આજ અનુભવ તેમના માટે હાલમાં આશીર્વાદ સમાન સાબિત થયો છે ત્યારે તેઓ સ્વભાવે સરળ અને કર્મનિષ્ઠ અધિકારી તરીકેની છાપ ધરાવતા એવા તાલુકા વિકાસ અધિકારીને ખોટી રીતે બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે તે તદ્દન નિંદનીય છે અને આ વાતને તાલુકા વિકાસ અધિકારીએ વખોડી કાઢી હતી.