ઈડર ખાતે આવેલ ભોઈવાડામાં મામાના ઘરે રહેતાં મૂળ પ્રાંતિજના જયદીપ કમલેશ ભોઈ (ભાણિયો) ઈડરની પ્રિયંકા ઉર્ફે પૂજા નામની ૨૦ વર્ષીય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે આશરે સાત મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા સાત મહિનાથી એકસાથે રહેતાં પતિ પત્નીનું જીવન સુખમય રીતે પસાર થતું હોવાની વાત જાણવા મળી હતી પરંતુ તા.૧૮/૦૫/૦૨૩ ના રોજ રાત્રે કોઈક અગમ્ય કારણોસર યુવતીએ ઝેરી દવા ગટગટાવી લઈ જીવન ટૂંકાવ્યાની ઘટના બની હતી ત્યારે આ મામલે પોલીસે આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધ્યો હતો.
પરિણીતાએ આપઘાત કરી લીધાની જાણ પરિવારને થતા તેમના પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી યુવતીએ ઝેરી દવા ગટગટાવી લેતાં પતિએ સારવાર અર્થે યુવતીને હિમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા સારવાર દરમ્યાન યુવતીનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ યુવતીના મૃતદેહને પી.એમ અર્થે હિંમતનગર સિવિલ ખાતે લઈ જવાયો હતો.
યુવતીનાં મોતના સમાચાર પગલે પિડીત પરિવાર સમાજને સાથે રાખી ઈડર પોલીસ મથકે પહોંચ્યો હતો અને ત્યારબાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે યુવતીના પરિવારે કરેલા આક્ષેપ મૂજબ જયદીપ તેની પત્ની સાથે અવાર નવાર ચારિત્ર્ય બાબતે વહેમ રાખી ઝગડો અને મારઝુડ કરતો હોવાના આક્ષેપો યુવતીના પરિવારે કર્યા હતા ત્યારબાદ પતિ જયદીપ ભોઈ સામે આત્મહત્યા માટે પત્ની પ્રિયંકા ઉર્ફે પૂજાને મજબૂર કર્યાનો ગુનો નોંધી ઈડર પોલીસે યુવતીનાં મોતનું ચોક્કસ કારણ શોધવા તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે.