વિજયનગર અને જાદર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાયું
સાબરકાઠા જિલ્લાના વિજયનગર તાલુકાની ધોલવાણી રેન્જના વિસ્તાર હેઠળના મોજે કઠવાવડી ગામે સર્વે નંબર 10 પૈકી અને 14 પૈકી વાળી અનામત જંગલ જમીન તરીકે જાહેર કરેલી જમીનમાં વર્ષ 2013 માં કરવામાં આવેલ 130 એકરમાં બિન અધિકૃત દબાણ આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યું હતું.
વિજયનગર તાલુકામાં ધોલવાણી રેન્જના કઠવાવડી ગામના ઈસમોએ ગેરકાયદે પ્રવેશ કરી આ જમીનમાં કુલ 1885 વૃક્ષોનું કટીંગ કરી જંગલ જમીનમાં સાફ સફાઈ કરી ગેર કાયદેસર રીતે દબાણ કરેલ હતું અને જંગલ જમીન પર પોતાનો વર્ષોથી કબજો હોવાના ખોટા આધાર પુરાવાઓ ઉભા કરી ઈડર ખાતેની નામદાર એડી.ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવા અરજી દાખલ કરી તા.31/03/16 ના વન વિભાગની વિરુદ્ધમાં મનાઈ હુકમ મેળવી જંગલની જમીન પર પોતાનો ગેર કાયદેસર કબજો જમાવ્યો હતો આ પ્રકારના મનાઈ હુકમ સામે વર્ષ 2017 માં ધોલવાણી રેન્જ કક્ષાએ થી ઈડર ખાતેની નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સિવિલ પ્રા અપીલ નંબર 06/2017 અને સિવિલ પ્રા અપીલ નંબર 07/ 2017માં અપીલ અરજી દાખલ કરી રેકર્ડ આધારે પુરાવા રજુ કર્યા હતા
આ પુરાવા આધારે નામદાર ઈડર કોર્ટે વિવાદિત જમીન અંગે કોર્ટ કમિશન દ્વારા સ્થળ તપાસ કરાવતા વાદીઓ દ્વારા અગાઉ રજુ કરેલ તમામ પુરાવાઓ અને રજુઆતો ખોટી અને ગેરમાર્ગે દોરનારી જણાઈ આવતા તેના આધારે નામદાર ઈડર કોર્ટે વાદીઓ દ્વારા દાખલ કરેલા રે.મું.નં. 48/2014 અને રે.મું.નં-02/2015 ના કામે કરેલા તમામ હુકમો તા.21/10/022 ના રોજ રદ કરવાનો હુકમ કરેલ હતો.
જે આધારે ધોલવાણી રેન્જ કચેરીથી બિન અધિકૃત દબાણ કરનાર તમામ ઈસમોને નોટિસ આપી જંગલ જમીનમાં થી પોતાનું દબાણ ખસેડી લેવા જાણ કરવામાં આવેલ હતી પરંતુ દબાણ કરનાર ઈસમો દ્વારા પોતાનો ગેર કાયદેસર રીતે જંગલ જમીનમાં કબજો ચાલુ રાખેલ હતો જે અન્વયે જિલ્લા વન અધિકારી હર્ષ.જે.ઠક્કરની સૂચના મુજબ જિલ્લા કક્ષાએ પોલીસ બંદોબસ્ત મેળવી તમામ પોલીસ સ્ટાફ અને વન વિભાગના સ્ટાફની હાજરીમાં જિલ્લા વન અધિકારી હર્ષ.જે.ઠક્કર મદદનીશ વન સંરક્ષક વી.આર. ચૌહાણ માર્ગદર્શન મુજબ ધોલવાણી રેન્જના આર.એફ.ઓ જયેન્દ્રસિંહ આર વાઘેલાએ તા. 28/12/022 સવારથી કઠવાવડી ગામની જંગલ જમીનમાંથી બિન અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ હતી
આ કાર્યવાહી દરમ્યાન ધોલવાણી ક્ષેત્રીય રેન્જનો તમામ સ્ટાફ તથા સાબરકાંઠા જિલ્લાની અન્ય ક્ષેત્રીય રેંજનો સ્ટાફ હાજર રહ્યો હતો તેમજ પોલીસ બંદોબસ્તના કામે વિજયનગર પોલીસ સ્ટેશનના પી એસ.આઈ એ.બી.ચૌધરી તથા એ.બી.શાહ જાદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ હાજર રહેલ તથા યશવંતભાઈ.એચ.પરમાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે દબાણ વાળા સ્થળે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને પોતે હાજર રહયા હતા અને સવારથી સાંજ સુધીમાં કુલ 130 એકર જંગલ વિસ્તારમાંથી બિન અધિકૃત દબાણો દુર કરી વનીકરણની કામગીરી કરવા માટેની આગોતરા કામગીરી કરવામાં આવી હતી.