કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ હજુ અનેક કાર્યકરોના ભાજપ પ્રવેશની તૈયારી
લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષમાં ભંગાણ થતું જોવા મળી રહ્યું છે જેમાં હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર,જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાબરડેરીના ડિરેક્ટર એવા ડો.વિપુલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે અને તેમના સમર્થકો સાથે કમલ ખાતે પહોંચીને કેસરિયો ધારણ કરી લીધો હતો
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર અને વર્તમાનમાં સાબરડેરીના ડિરેક્ટર અને હિંમતનગર તાલુકાના ઠુમરા ગામના વતની એવા ડો.વિપુલ પટેલ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પક્ષની કાર્ય પદ્ધતિથી નારાજ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજી બાજુ વિકાસને લઈને ભાજપમાં જોડાવાનો પણ થનગનાટ જોવા મળતો હતો જેને લઈને 24 જનુઆરી 2024 ના રોજ સાબરડેરીના ડિરેક્ટર અને પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ડો.વિપુલ પટેલ અને 25 થી વધુ દૂધ મંડળીઓના ચેરમેનો તેમજ કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા કેટલાક સહકારી આગેવાનો સહિત 500 થી વધુ કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે પહોંચીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા જ્યારે આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજની પટેલ,સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ, હિમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા તેમજ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.