ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ પાર્કિંગનો અભાવ સત્વરે નિર્ણય લાવવા લોકમાંગ
ઈડર શહેરમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે ઈડર શહેર માંથી એક બાજુ અંબાજી તરફ જતા વાહનો ત્યારે બીજીબાજુ હિંમતનગર અને ગાંધીનગર,અમદાવાદ તરફ જતા વાહનો અવરજવર કરી રહ્યા છે અને સ્થાનિક લોકો અને આસપાસના ગામડાઓના લોકોના વાહનોના પસાર થવાના કારણે શહેરના રોડ પર ટ્રાફિક જામ થાય છે છેલ્લા કેટલાય સમયથી ઈડર શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ માટે રજૂઆતો કરવા આવી છે પરંતુ આજદીન સુધી કોઈ ચોક્કસ નિવેડો આવ્યો નથી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે શહેરના મુખ્ય માર્ગો પર આવેલા કોમ્પ્લેક્ષ અને દુકાનદારો દ્વારા પોતાની દુકાન પર આવનાર ગ્રાહકોના વાહનો માટે કોઈજ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી ભર બજારમાં દુકાનો આગળ પોતાને મનફાવે તેમ ગાડીઓ મૂકી લોકો બજારમાં નીકળી પડે છે ે ઈડરની સરકારી કચેરીઓ આગળથી જ આ પેસેન્જર ગાડીના ચાલકઓ પેસેન્જર ઉતારે પણ છે અને બેસાડે પણ છે જેના કારણે શહેરમાં વાહનોની લાંબી કતારો લાગે છે જેનો ભોગ નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓ બની રહ્યા છે શું સરકારી કચેરીઓના અધિકારીઓને આ દેખાતું નહિ હોય ત્યારે શહેરમાં લાગેલી લાંબી કતારોના કારણે ઈમરજન્સી 108 હોય કે પછી પ્રાઈવેટ દવાખાનાઓમાં ફરતી એમ્બ્યુલન્સને ટ્રાફિકમાંથી પસાર થવું મુશ્કેલ બની રહે છે જેથી સત્વરે જવાબદાર વિભાગ દ્વારા પાર્કિંગની વ્યવસ્થાઓ ઉભી કરી રોડપર ઉભા રાખવામાં આવતા વાહનોને સહી સલામત બજારોમાંથી ખસેડી પાર્કિંગની જગ્યા પર મુકવામાં આવે અને ઈડર શહેરનો વર્ષોથી બાયપાસનો પ્રશ્ન હલ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે ત્યારે આ બાયપાસ રોડનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેમ વાહન ચાલકો અને ઈડર વસીઓની લોક માંગ ઉઠવા પામી છે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર વિભાગ દ્વારા કોઈ પગલા લેવામાં આવશે કે પછી વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરતા જ રહેવું પડશે એતો હવે આવનારો સમયજ બતાવશે.