દ્વારકામાં ઈદ-ઉલ-ફિત્ર રમજાન ઈદની પરંપરાગત રીતે ઊજવણી હજારો મુસ્લીમ બિરાદરોએ એકસાથે નમાઝ અદા કરી એકબીજાને મુબારકબાદ પાઠવી.
સમગ્ર રાજયની સાથોસાથ દ્વારકામાં પણ પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં ઈદ-ઉલ-ફિત્ર રમજાન ઈદના તહેવારની આજરોજ મુસ્લીમ બિરાદરો દ્વારા પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ દ્રારકા તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલી મજીદો તેમજ ઈદગાહમાં ઈદની સામૂહિક ofમાઝ અદા કરવામાં આવી હતી. આ ઉપરાંત મુસ્લીમ બિરાદરો દ્વારા પોતાના મહૂમોની કબર ઉપર ફૂલ ચઢાવી દુઆઓ કરી હતી.
હમારકાના સનસેટ પોઈન્ટ ખાતે આવેલ દરીયાપીરની દરગાહ ખાતે આશરે પાંચેક હજાર મુસ્લીમ બિરાદરોએ એકસાથે નમાઝ અદા કરી એકબીજાને ઈદ મુબારકબાદી પાઠવી હતી. મુસ્લીમ બિરાદરોએ રમઝાન માસ દરમ્યાન ૩૦ દિવસ રોજા રાખી નેકી કરી પુણ્યનું ભાથું બાંધ્યા બાદ આજરોજ વિશેષ નમાઝ અદા કરવાની સાથે ઈદની ઉજવણી કરી હતી.