સ્વચ્છતામાં દેશમાં નં.૯ રાજકોટમાં સ્વચ્છતા અભિયાનમાં ઢગલામોઢે કચરો
દેશના માન. પ્રધાનમંત્રી દ્વારા દેશમાં સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારાવન ડે-થ્રી વોર્ડ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજ તા.૦૪/૦૬/૨૦૧૯ મંગળવારના રોજ વેસ્ટ ઝોનના વોર્ડ નં.૮ સેન્ટ્રલ ઝોનનાં વોર્ડ નં.૩ અને ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૫માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં, ડે. મેયર
અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, બાગ બગીચા અને ઝું કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી તેમજ વિવિધ કમિટીના ચેરમેનઓ, કોર્પોરેટરઓ, સ્થાનિક અગ્રણીઓ વિગેરેએ અલગ-અલગ વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૦૮માં શહેરને ગંદકીથી મુક્ત કરવા માટે તેમજ ચોમાસાનની ઋતુ ને અનુલક્ષીને રોગચાળા અટકાયતી ૫ગલા રૂપે આજ રોજ વન-ડે-થ્રી વોર્ડ અંતર્ગત વોર્ડ નં. ૦૮ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમા મુખ્યત્વે કાલાવડ રોડ, નાનામવા રોડ, નિર્મલા રોડ, અમીન માર્ગ, રૈયા રોડ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલવાળો રોડ જેવા વિસ્તારો આવરી લીધેલ. આજ વોર્ડ નં.૦૮ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા ૨૪૮, સફાઇ કરાવેલ કુલ મુખ્ય માર્ગોની સંખ્યા ૦૬, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા ૦૩, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા ૧૦, મીની ટીપર વાહન મારફત કલેક્શન કરવામાં આવેલ કુલ કચરો – ૨૨ ટન, જે.સી.બી મારફત અંદાજીત નિકાલ કરાવેલ કુલ કચરો – ૧૧ ટન, કુલ જે.સી.બી ૦૩, કુલ ડમ્પરના ફેરા ૦૬, કુલ ટ્રેક્ટરના ફેરા ૦૫, કયુ આર. ટી. કારગો ટીમ ફેરા ૦૧, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ – ૦૪ બેગ, સફાઇ કરાવેલ માર્કેટ / હોકર્સ ઝોન ૦૧, સફાઇ કરાવેલ કુલ ટવીન બીન ૪૧.
સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૦૩માં સ્વચ્છતા ઝુંબેશમા પાંજરાપોળ, વિનુભાઈના દવાખાનાવાળી શેરી, પોપટપરા વિસ્તાર, પોપટપરા મેઈન રોડ, ડ્રેનેજ ઓફીસ પાસેના તમામ વિસ્તાર વિગેરે જેવા વિસ્તારો આવરી લીધેલ. આજ રોજ વોર્ડ નં.૦૩ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા૨૨૦, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા – ૧૭, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ – ૧૧ બેગ, ટીપર વાહન ની ટ્રીપની સંખ્યા ૨૮, ડમ્પર વાહનની ટ્રીપની સંખ્યા- ૦૪, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા ૧૬, ઉપયોગમાં લીધેલ કુલ જે.સી.બી – ૦૩, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા- ૦૩, કુલ ડમ્પરના ફેરા ૦૨ દ્વારા સફાઈ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલ છે.
વોર્ડ નં.-૫ માં સધન સફાઈ ઝુંબેશની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. ઉકત ઝુંબેશ દરમ્યાન રણછોડનગર શેરી નં. ૮, રત્નદીપ સોસાયટી, ભરવાડ સમાજની વાડી પાસે, સંત કબીર રોડના ખૂણે,
વલ્લભનગરમાં આવેલ ખુલ્લા પ્લોટોની સફાઈ કરવામાં આવેલ છે. તદુપરાંત કુવાડવા રોડ, પેડક રોડ, આડો પેડક રોડ, સંત કબીર રોડ, ન્યુ આશ્રમ રોડ વગેરે મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવેલ છે. તથા રત્નદીપ સોસાયટી તથા શાળા નં. ૩૨ સામે આવેલ વોક્ળાની સફાઈ કરવામાં આવેલ છે.
વોર્ડ નં.-૫માં સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા૨૭૬, સફાઈ કરાવેલ ખુલ્લા પ્લોટની સંખ્યા-૦૫, ૦૫ મુખ્ય માર્ગોની સફાઈ, સફાઈ કરાવેલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા-૦૪, વપરાયેલ મેલેથીઓન તથા ચુનાની થેલીની સંખ્યા-૧૦ થેલી, ખુલ્લા પ્લોટની સફાઈ- ૦૫, ટીપરવાનની ટ્રીપની સંખ્યા-૨૭, ડમ્પરવાનની ટ્રીપની સંખ્યા-૦૬, ઉપયોગમાં લીધેલ જે.સી.બી. ની સંખ્યા-૦૩, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા-૦૨, ટ્રેક્ટરના ફેરાની સંખ્યા-૦૯ દ્વારા કુલ ૬૬ (મે.ટન) કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.