ગામે-ગામ ભવ્ય જૂલુસ રાજમાર્ગો પર ફર્યા: મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટીને એકબીજાને પાઠવી મુબારકબાદી
સૌરાષ્ટ્રભરમાં ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગામે-ગામ ભવ્ય ઝુલુસ પણ નિકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા. મહમંદ પૈગંબર સાહેબનાં જન્મદિવસ નિમિતે દર વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાઈને એક બીજાને ઈદે મિલાદની મુબારકબાદી પાઠવે છે.
વાંકાનેરવાંકાનેરમાં અલગ-અલગ ફલોટ તેમજ અનેક વાહનો સાથે ડી.જે.ના સંગાથે વિશાળ જુલુસ ઈમામ ચોકથી શ થઈ ગ્રીન ચોક મેઈન બજાર ચાવડી ચોક થઈ પુલ દરવાજાથી લઈ પરત ઈમામ ચોકમાં પૂર્ણ થયેલ હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર-ઠેર ન્યાઝ તકસીમ કરવામાં આવેલ હતી. આ જુલુસમાં વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા.
હડિયાણામહમદ પયંગંબર સાહેબના જન્મદિવસ નિમિતે હડિયાણા ગામમાં મસ્જીદથી જુલુસ નિકળી આખા ગામમાં ફરેલ. ત્યારબાદ મસ્જીદમાં સરબત, ન્યાઝનું આયોજન કરેલ હતું અને મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારક બાદી પાઠવી હતી.
રાજુલારાજુલામાં ઈદે મિલાદનું શાનદાર જુલુસ કાઢવામાં આવેલ જેમાં ખુબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયેલા હતા. આ જુલુસ બિડી કામદાર, ડોળીનો પટ્ટ, સલાટવાડા, મફતપરા વિગેરે વિસ્તારમાંથી પસાર થયેલ હતું. જેમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ સમાજના બિરાદરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયેલ હતા. જેમાં જુસબભાઈ ભોકીયા, ઈસ્માઈલભાઈ જોખીયા (રેલ્વે) રસુલભાઈ કુરેશી (કોંગ્રેસ) તથા કાદરભાઈ મન્સુરી વિગેરે જોડાયેલ હતા.
ઓખા
મહંમદ પૈયગમ્બર સાહેબના જન્મદિનની ઓખામાં ભાઈચારા અને કોમી એકતાના દર્શનપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના પવિત્ર તહેવારે સર્વે હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ એક બીજાને ગળે મળી ઈદ મુબારક કરી હતી. આ પ્રસંગે વેપારી અગ્રણી મોહનભાઈ બારાઈ, મનોજભાઈ થોભાણી, ચેતનભાઈ માણેક, અમરભાઈ ગાંધી તથા તેમની યુવા ટીમે મુસ્લિમ સમાજના અગ્રણીઓનું શુભેચ્છા સન્માન કરી ઈદ મુબારક શુભેચ્છા પાઠવી હતી.