ગામે ગામ જૂલુસ નિકળ્યા: કોમી એકતાના દર્શન
સૌરાષ્ટ્રભરમાં રવિવારે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ભાટીયામાં તિરંગ સાથે જૂલુસ નિકળ્યું હતું. ગામે ગામ કોમી એકતાના દર્શન થયા હતા.
ભાટીયા મા મુસ્લિમ બિરાદરો દ્વારા હાજ મા તિરંગા સાથે દેશ ભકિતના ગીતો સાથે સદ મિલાદુન્નબીની ઉજવણી કરી ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.
દેશના કોઇપણ સમાજના કોઇપણ કોમી રમખાણોમા બારાડી પંથક કયારેય કોઇ છમકલું બનવા પામ્યું નથી સાથે વર્ષોથી તમામ સમજો એક મેકના તહેવારોમાં હોંશે હોંશે ભાગ લ્યે છે.
ઉપલેટા
ઉપલેટામાં સમસ્ત મુસ્લીમ સમાજના દ્વારા પેગંબર હજરત મોહંમદ સાહેબની જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પયંબર હજરત મોહંમદ સાહેબની યાદમાં શહેરમાં સુન્ની મુસ્લીમ સમાજ પ્રમુખ સિદીકભાઇ બાવાણી, સેક્રેટરી શિરાજ દાઉદશા શેખની આગેવાનીમાં સવારે ૧૦ વાગ્યે ન્યામત માની દરગાહ એથી વિશાળ ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. આ ઝુલુસ પંચાડડી, સોની બજાર ઝકરીયા ચોક ગાંધીચોક, ભાદર રોડ ઉપર થઇ ઇદગાહે મેદાને પુરુ થયું હતું. આ ઝુલુસમાં વિવિધ કમીટીઓ દ્વારા વિવિધ જીવાએ લ્હાણીનું વિસ્તરણ કરવામાં આવેલ હતું અને વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા
પાનેલી
મુસ્લીમ સમાજમાં પેગંમ્બર હજરત મોહંમદ સાહેબની જન્મ જયંતિની યાદમાં પાનેલી મુસ્લીમ સમાજના પ્રમુખ ઇશાકભાઇ સોરાની આગેવાનીમાં ઇદે મિલાદનું વિશાળ ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. આ ઝુલુસ શહેરના મુખ્ય માર્ગ પર પસાર થતા પાટીદાર સમાજ તેમજ પાસ ટીમ તેમજ હિન્દુ સમાજના વિવિધ આગેવામાં દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.
હડિયાણા
હડિયાણા ગામે ઇદ એ મિલાદ નબીની ભવ્ય ઝુલુસ ગામમાં નીકળે હતું. અને તમામ મુસ્લિમ ભાઇઓ એ સુખ શાંતિથી ઇદ એ મિલાદની શાતિપૂર્વક ઝુલુસ કાઢવામાં આવેલ છે. હડિયાણા ગામના મુસ્લિમ બિરાદરોની ઇદ એ મિલાદના પર્વ પ્રસંગે તમામ હિન્દુ મુસ્લીમ ભાઇઓ કોમી એકતાના સાથે મળીન ઇદનો તહેવાર મનાવવામાં આવેલ છે.
ઉના
ઉનામાં ઇદ મિલાદુન્નબી ની શાનો શૌકત સાથે ઉજવણી કરાઈ હતી ગામ માં સવાર ના ૯ કલાકે ઝુલુસ નીકળ્યું હતું જેમાં જાત જાત ની પ્રસાદી નું વિતરણ કરાયું હતું તથા બહોળી સંખ્યા માં લોકો જોડાયા હતા અને શાહી જામા મસ્જિદ ( ઝુલતા મિનારા મસ્જિદ ) માં નમાજ પડી સમગ્ર દેશ માટે દુઆ કરાઈ હતી અને સતત ૧૨ દિવસ સુધી પેશ ઇમામ મહેમુદ આલમ સાહેબ ના તકરીર ના કાર્યક્રમો યોજાયા હતા.
બગસરા
બગસરામાં જામકા રોડ જુમ્મા મસ્જીદ ઝુલુસ નીકળ્યું હતું. ઝુલુસ રુટમાં સમાજની વિવિધ સંસ્થા તથા સેવાભાવી લોકો દ્વારા ઠંડા પીણા, શરબતના સ્ટોલ, આઇસ્ક્રીમ, દુધ કોલ્ડ્રીકસ રાખવામાં આવ્યા હતા. અને મુસ્લીમ સમાજ દ્વારા નમાજનું આયોજન કરવામાં આવ્યું હતું.
પડધરી
ઈદ -એ-મીલાદ-ઉન- નબી નુ જુલુસ પડધરીના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં પડધરી શહેર અને આજુબાજુના ગામડાંના મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે બેન્ડ-વાજા વગાડી ફટાકડા ફોડી પડધરી મેઇન રોડ ઉપર જુલૂસ કાઢવામાં આવ્યું હતું. પડધરી મેઇન દરવાજા પાસે ૨૫ કિલોની મોટી કેક કાપી ઈદની ઉજવણી કરી હતી. જુલુસ નીકળ્યા પહેલા DYSP રાવત અને પડધરી PSI જે.વી. વાઢીયા દ્વારા શાંતિ સમિતિની મીટીંગ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પડધરી PSI જે.વી.વાઢીયા દ્વારા સમગ્ર જુલુસમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.