મુસ્લિમ બિરાદરો દ્વારા ઝુલુસ કાઢી અને ઈદે મિલાદની ઉજવણી કરી ભાઈચારાનો સંદેશો ફેલાવ્યો
સુરેન્દ્રનગર જીલ્લાભરમાં આજે ઈદે મિલાદુન નબીની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન નબીના પર્વ નિમિત્તે ઝુલુસ કાઢવામાં આવ્યું છે અને હર્ષ ઉલ્લાસભેર અને ઉત્સાહ સાથ ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે જુલુસ કાઢી અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી છે અને શાંતિ અને ભાઈચારાનો સંદેશો ફેલાવવામાં આવ્યો છે ત્યારે ઉલ્લેખની છે કે ઈદે મિલાદના દિવસે ઝુલસ દરમિયાન વિવિધ સ્થળો ઉપર ધાર્મિક કાર્યક્રમનું આયોજન તેમજ નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં મસ્જિદો ના આલીમ તેમજ મુસ્લિમ સમાજ ના આગેવાનો, ધાંગધ્રા શહેર પ્રમુખ સહિતના ધર્મગુરુઓ દ્વારા ઈદે મિલાદુન નબીના તહેવારના જુલુસમાં જોડાઈ અને કોમી એકતા તેમજ ભાઈચારા નો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો છે ત્યારે આ તકે ધ્રાંગધ્રા માંથી લોકો જોડાઈ અને ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ મસ્જિદ તેમજ ઘરોને રોશની પણ કરવામાં આવી છે અને ઠેર-ઠેર જગ્યાઓ ઉપર કેક કાપી અને નાના બાળકોને અવનવા ટ્રેડિશનલ કપડાં પહેરાવી અને ઉજવણી કરાઈ છે ઈદે મિલાદના પર્વ નિમિત્તે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કથળે નહીં તે માટે જિલ્લા પોલીસ વડા હરેશભાઈ દુધાત દ્વારા તમામ તાલુકા અને સીટી વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ પણ ખડે પગે રહી છે ત્યારે આ તકે ઈદે મિલાદની ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા કરી અને મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ દ્વારા શાંતિ અમન અને ભાઈચારાનો સંદેશો ફેલાવવામાં આવ્યો છે.