સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં આજે બુધવારે હઝરત અલી (અ.સ.) ની સ્મૃતિમાં ઇદે-ગદીરે- ખુમની ઉજવણી થઇ રહી છે. આ અંગે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, બોટાદ, મોરબી, જુનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જસદણ, અમરેલી, ગોંડલ, પોરબંદર, જેતપુર, ધોરાજી, કાલાવડ, ધારી , પાલીતાણા, સાવરકુંડલા, ધ્રોલ, જામખંભાળીયા, મહુવા જેવા અનેક ગાોમના વ્હોરા બિરાદરોએ આજે સવારથી અન્નનો એકપણ દાણો અને પાણીનું એકપણ ટીપું મોઢામાં નાખ્યા વગર રોઝુ પાળી પોતપોતાના ગામોની મસ્જિદોમાં નમાઝ વાએઝ અને મિસાકમાં જોડાય હ.અલી (અ.સ.) ને ગર્વભેર યાદ કર્યા હતા.
આ સંદર્ભે આજે રાત્રીના ઠેરઠેર નાત જમણવારો યોજાશે. નોંધનીય છે કે ઇસ્લામ ધર્મના મહાન અને આખરી નબી હઝરત મોહંમદ મુસ્તુફા (અ.સ.) પોતાના જીવનની છેલ્લી હજ પઢીને આવ્યાં ત્યારે તેમના અનુગામી (વશી) તરીકે પોતાના જમાનઇ હઝરત અલી (અ.સ.) ને જાહેર કર્યા તે સ્મૃતિમાં વર્ષોથી ઇદે- ગદેરી – ખુમ ઉજવાય છે.