પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આજે વિશ્વભરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદ ઉલ ફીતરની ઉજવણી કરાઈ હતી. વિશ્વભરમાંનાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદુલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) મુંબઈ ખાતે બદરી મસ્જીદમાં ઈદની નમાઝ પઢાવેલ હતી.
પવિત્ર રમઝાન માસમાં ઈબાદત, રોજા કરીને ખુદાતઆલા પાસે દુઆઓ કરેલ હતી. રાજકોટ નુરમસ્જીદમાં જનાબ આમીલ સાહેબ મુસ્તફાભાઈ સાહેબે ઈદની નમાઝ પઢાવેલ હતી. તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, ભાવનગર, મહુવા, જસદણ, ગારીયાધાર, પોરબંદર, જૂનાગઢ, ધોરાજી, પાલીતાણા, ઉપલેટા વિ.વિશ્વભરમાં દરેક ગામમાં ઈદની નમાઝ પઢીને એક બીજાને ઈદની મુબારક બાદીની આપલે કરેલ હતી. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાલાએ જણાવ્યું હતુ.