આવનાર ૪ વર્ષોમાં ભારતમાં યુકેના શિક્ષણમાં ૫૦ ટકાનો વધારો થશે
ભારતીય વિદ્યાર્થીઓનું આંતરરાષ્ટ્રીય શિક્ષણ તરફનું વલણ વધી રહ્યું છે. વાલીઓ સીઆઈઈ અને સીઆઈએસસીઈ બોર્ડની આંતરરાષ્ટ્રીય સ્કૂલોમાં પોતાના બાળકોને એડમીશન અપાવે છે ત્યારે વિદેશી શિક્ષણ બોર્ડ ભારતમાં પગપેસારો કરવા ઈચ્છે છે. છેલ્લા દસકામાં ભારતમાં વિદેશી શિક્ષણ આપતી સંસ્થાઓનો વધારો થયો છે. લંડનની સીઆઈઈ બોર્ડને હાલ ભારતમાં ૬૭ હજાર વિદ્યાર્થીઓ છે ત્યારે સીઆઈએસ-સીઈને ૭ હજાર વિદ્યાર્થીઓ છે. જે આઈસીએસઈ અને આઈએસઈ પરીક્ષાઓ યોજે છે ત્યારે સ્વીર્ઝલેન્ડના આઈબી પ્રોગ્રામની સ્કૂલોમાં પણ ૨૦૧૩ થી ૯૨ માંથી ૧૪૬ સુધીનો વધારો થયો છે.
કેમ્બ્રીજ આંતરરાષ્ટ્રીય પરીક્ષા ભારતીય વિદ્યાર્થીઓને માર્ચમાં પરીક્ષા આપવાના વિકલ્પો પણ આપે છે અને તેઓ હિન્દી અને સંસ્કૃત જેવા ભારતીય વિષયોનો પણ બોર્ડમાં સમાવેશ કરે છે. આંતરરાષ્ટ્રીય શિક્ષણ પઘ્ધતિ અને એકેડેમીક ધોરણોને બદલે તેઓ ભારતીય શૈલી પ્રમાણે જ શિક્ષણ આપે છે. સીઆઈઈ બોર્ડને ૧૬૦ દેશોમાં ૨૨ લાખ વિદ્યાર્થીઓ છે. આંતરરાષ્ટ્રીય સ્કૂલોમાં યુકેના સીઆઈઈ બોર્ડ પ્રચલિત છે ત્યારે આવનારા ૪ વર્ષોમાં સીઆઈઈના વિદ્યાર્થીઓમાં ૫૦ ટકાનો વધારો થશે. કારણકે યુકે બોર્ડને વિશ્ર્વભરમાં ૨૨ લાખ વિદ્યાર્થીઓ છે ત્યારે ૬૭,૩૮૧ વિદ્યાર્થીઓ માત્ર ભારતીયો છે અને તેઓ ભારતની ૪૨૦ સ્કૂલો સાથે જોડાયેલા છે. જોકે આંતરરાષ્ટ્રીય કોર્સની ફી વધુ હોય છે પરંતુ તેનું શિક્ષણ પણ તેટલું જ ઉંચુ હોય છે માટે સીઆઈઈ બોર્ડ ભારતના સીઆઈએસસીઈને ઓવરટેક કરવા ઈચ્છે છે. હાલ આંતરરાષ્ટ્રીય બોર્ડને અપનાવવામાં મહારાષ્ટ્ર મોખરે છે.