દેશભરનીજેલોમાં સાડા ત્રણ લાખથી વધુ “અંડરટ્રાયલ” કેદીઓનું છુટકારો કરવા વડાપ્રધાનની ન્યાયાધીશોને હિમાયત

કોર્ટમાં ન્યાય સરળતાથી સમજાય તે માટે માતૃભાષાને પ્રાધાન્ય આપવા પર વડાપ્રધાનનો ભાર જરૂર પડે કાયદામાં સુધારો કરવાની તૈયારી

ન્યાયતંત્રના માળખાને મજબૂત બનાવવાના પ્રયાસો જારી છે, સાથે સાથે જવાના લોકો ન્યાયતંત્ર સાથે આત્મીયતા થી જોડાય તે માટે અદાલતોમાં માતૃભાષાનું ચલણ વધારવા જરૂર પડે તો કાયદામાં સુધારાની હિમાયત વડાપ્રધાને કરી હતી.નવી દિલ્હી ખાતે આજે દેશભરના હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓ ની કોન્ફરન્સનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉદઘાટન કરી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ન્યાયતંત્રપણ વધુ સુદ્રઢ અને લોકભોગ્ય બનાવવા માટે ન્યાયતંત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સતત મજબૂત બનાવવાના પ્રયાસો ચાલુ છે 2047 માં જયારે લોકતંત્રને સો વર્ષ પૂરા થાય ત્યારે ન્યાયતંત્ર વધુ ને વધુ લોકભોગ્ય બને તે માટેની તૈયારીઓ આજથી જ કરવાની જરૂર છે, અને તેમાં મુખ્યમંત્રી અને મુખ્ય ન્યાયાધીશ આ બેઠક મહત્વની સાબિત થશે તેમણે જણાવ્યું હતું કે હું આ બેઠકો માં અનેકવાર સામેલ થવાનું સદભાગ્ય મેળવી ચુક્યો છું, આજે લોકો ન્યાયને અને કોર્ટની કાર્યવાહીને સરળતાથી સમજે તે માટે કોર્ટમાં માતૃભાષાના ચલણની વ્યવસ્થાની જરૂરિયાત છે વિશ્વના અનેક દેશોમાં ડ્યુંલ લેંગ્વેજ નું ચલણ છે.

રાજધાનીમાં હાઇકોર્ટના જજ મુખ્યમંત્રીઓની કોન્ફરન્સનું વડાપ્રધાને કર્યું ઉદ્ઘાટન

કોર્ટમાં તમામ ભાષાઓ ને પ્રાધાન્ય આપવું જોઈએ, તેનાથી લોકોને પોતાની ભાવના ઊભી થાય દેશની અદાલતોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે પણ સરકાર પ્રતિબધ્ધ છે, તેમણે દેશના ન્યાયતંત્ર અને લોકતંત્ર એકબીજાને પૂરક હોવાનું જણાવી દેશમાં હજુ ઘણા જૂના અને બિનઉપયોગી કાયદાનું અસ્તિત્વ છે, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં  1459 જેટલા જુના કાયદા રદ કર્યા છે દરેક રાજ્યને પણ જુના બિનજરૂરી કાયદા રદ કરવાની માહિતી કરી હતી રાજ્યમાં અત્યાર સુધી માત્ર 75 જુના કાયદો રદ થયાછે જુના કાયદા સંપૂર્ણપણે નાબૂદ કરીને  સુધારા પર તેમણે ભાર મૂક્યો હતો, તેમણે ન્યાયતંત્ર ઝડપી અને પારદર્શકતા માટે જરૂરી તમામ સુવિધાઓ ડિજીટાઇઝેશન આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા હિમાયતકરી જણાવ્યું હતું કે વિલંબથી ન્યાય ક્યારેક-ક્યારેક અન્યાય બની જતુ હોય છે દેશમાં જેલોમાં સાડા ત્રણ લાખ લોકો અંડર ટ્રાયલ તરીકે સજા ભોગવી રહ્યા છે, તે તમામને મુક્તિ મળી જાય તે માટે તમામ મુખ્યમંત્રીઓ અને હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ઓને તેમણે અપીલ કરી હતી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હું ન્યાયધીશો અને મુખ્યમંત્રીઓની અનેક બેઠકોમાં ભાગ લઇ ચુક્યો છું આ બેઠકો ન્યાય માંસુધારામાં ખૂબ જ પ્રભાવી બની રહે છે ન્યાય અને લોકતંત્ર એકબીજાની પૂરક છે ટેકનોલોજીના યુગમાં હવે અદાલતો પણ ઝડપી કામગીરી કરી શકે છે ડિજિટલ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નો ન્યાયતંત્રમાં પણ ઉપયોગ થવો જોઈએ ભારત ડિજિટલાઈઝેશન માં મોખરે નું સ્થાન પ્રાપ્ત કરી શકે છે, વિશ્વના કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારતમાં 40 ટકા, થયા હતા આવનાર દિવસોમાં ભારતન્યાયક્ષેત્રે વિશ્વ સમોવડી બની રહેશે લો યુનિવર્સિટી, લોચેન્જ સાયબર સુવિધા આરટીફિસિયલ ઇન્ટેલિજન્સ, લીગલ એનર્જી ભારતના મહત્વના પાસા બની રહેશે કોઈપણ દેશના સુરાજ્યનો મદાર અને આધાર ન્યાયતંત્ર નો સામાન્ય લોકો કેટલો ઉપયોગ કરે છે? તેના ઉપર નિર્ભર છે. વડાપ્રધાને દેશના ન્યાયતંત્રના સતત સુધારાને દેશનું ભવિષ્ય ગણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.