કૃષિ ઈકો સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફારના ફાયદા ખેડૂતો સુધી પહોંચાડવાના પ્રયાસો બદલ એવોર્ડ એનાયત
એનસીડેક્સ દ્વારા ખેડૂતોના વિકાસ માટેના ભગિરથ પ્રયત્નો, નવીપહેલ અને યોગદાનને બિરદાવીને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર (ICFA) તરફથી એનસીડેક્સ ને ગ્લોબલ ડેવલપમેન્ટ એવોર્ડએનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હી ખાતે ૫ નવેમ્બરે યોજાયેલી ચોથી ગ્લોબલ એગ્રીકલ્ચર સમીટમાં એનસીડેક્સ ગ્લોબલ ડેવલપમેન્ટ એવોર્ડથી એનાત થયો હતો. એનસીડેક્સને કૃષિ ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફારો અને તેના ફાયદા ખેડૂતો સુધી પહોંચે તેવા સફળ પ્રયાસો કરા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ ગ્લોબલ ડેવલપમેન્ટ એવોર્ડ કૃષિ ઇકોસિસ્ટમમાં કાર્યરત કોઈપણ સંસ્થા દ્વારા ખેડૂતોના હિત માટે કરવામાં આવેલા અગ્રણી કાર્યોની સ્વીકૃતિના પ્રતિક સમાન છે. એક્સચેન્જે જે રીતે કૃષિ વિકાસમાં નોંધપાત્ર મદદ કરી છે અને લાખો ખેડૂતોના જીવનને અસર કરી છે તે ખરેખર સરાહનીય છે.
એનસીડેક્સના સીઈઓ વિજય કુમારે કહ્યું, ભારતીય કૃષિ ક્ષેત્રે વેપાર અને હેજિંગ માટેના નવા ટૂલ્સ રજૂ કરવાની પ્રવૄત્તિઓનું નેતૃત્વ લેવાના અમારા પ્રયત્નોની પુષ્ટિ અને માન્યતા મળી છે. અમે એનસીડેક્સ ખાતે એગ્રી કોમોડિટીઝના વેપાર માટે પારદર્શક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ જે હેજિંગ અને ભાવ જોખમના સંચાલનમાં આ શ્રુંખલાનાં તમામ સહભાગીઓને મદદ કરે છે.
એનસીડેક્સના એક્ઝિકયુટિવવાઇસપ્રેસિડેન્ટ-બિઝનેસ, કપિલ દેવે કહ્યું, , અમે આ એવોર્ડ મેળવીને ખુશ છીએ અને સભ્યો, હિસ્સેદારો અને એગ્રીકલ્ચર સેક્ટરના કારોબારીઓ દ્વારા એક્સચેન્જ ઉપર મુકસાયેલા ભરોસા બદલ અમે તેમના આભારી છીએ. ખાસ કરીને કૃષિ ચીજવસ્તુઓના ઉત્પાદન, નિકાસ તેમજ વપરાશ સાથે જોડાયેલા સૌના માટે બેંચમાર્ક ભાવ પૂરા પાડવા માટે એક્સચેંજ પ્રતિબદ્ધ છે સાથે જકૃષિ ક્ષેત્રે ભારતનું નેતૃત્વ કરવા અમે તત્પર છીએ.
લાખો ખેડુતો અને ગ્રામીણ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન માટે કાર્યરત વ્યક્તિઓ અને સંસ્થાઓના કાર્યને બિરદાવવા માટે ૨૦૧૬માં ગ્લોબલ એગ્રિકલ્ચર એવોર્ડ્સની સ્થાપના કરવામાં આવી હતી. નીતિ, સંશોધન, ખેતી, ઉદ્યોગ, કૃષિ વેપાર, ઈજછ, કૃષિ વ્યવસાયઅનેવિકાસના કાર્યોમાં અગ્રિમ ભૂમિકા ભજવનારાઓને આ એવોર્ડ આપવામાં આવે છે.
અગાઉ પણ ખેડૂતોના વિકાસ માટે કામ કરવાના અને તેમને તાલિમ આપવા માટેના એનસીડેક્સના પ્રયત્નોને તથા તેમને મદદરૂપ થવામાં એક્સચેન્જના યોગદાનને માન્યતા મળી ચૂકી છે અને તેને સમોઉન્નતિ-ઇકોનોમિક ટાઇમ્સ એફપીઓ સમિટ અને એવોર્ડ ઇવેન્ટમાં બેસ્ટ એફપીઓ ફ્રેન્ડલી પ્રાઇવેટ સેક્ટર કંપની એવોર્ડથી એનાયત થયો હતો.
ભારતનું અગ્રણી ઓનલાઈન એક્સચેન્જ જેમાં ગ્રાહકોએ પૂરો વિશ્વાસ મૂક્યો છે. તે કૃષિ, ધાતુઓ અને કિંમતી ધાતુઓમાં બેંચમાર્ક ઉત્પાદનોની વિશાળ શ્રેણી આપે છે. એનસીડેક્સ તેના ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવે છે. બહોળા પ્રમાણમાં શેરહોલ્ડિંગ સાથે, તે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ દ્વારા પ્રમોટ કરાયેલ દેશમાં એકમાત્ર વિનિમય હોવાનો ગૌરવ મેળવે છે. એનસીડેક્સના સંસ્થાકીય પ્રમોટર્સ અને શેરહોલ્ડરો પોતપોતાના ક્ષેત્રના અગ્રણી ખેલાડીઓ છે અને તેમની સાથે સંસ્થાકીય મકાનનો અનુભવ, વિશ્વાસ, દેશવ્યાપી પહોંચ, તકનીક અને જોખમ સંચાલન કુશળતા લાવે છે.