આપણું શરીર કાર્યક્ષમ રીતે કામ કરતું રહે તે માટે આપણા શરીરને જરૂરી વિટામિન મળતાં રહે તે આવશ્યક છે. જો શરીરમાં વિટામિનની ઉણપ હોય ત્યારે તેવા સંજોગોમાં વાળનું ખરવું, નબળી દ્રષ્ટિ, શરીરમાં થાક તથા નબળાઇ અનુભવવી વગેરે જેવી સ્વાસ્થ્ય સંબંધિત બિમારીના સંકેતો મળતાં રહે છે. આજનો યુવાન કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રગતિ પાછળ દોડવામાં ક્યાંક પોતાના શરીરની કાળજી લેવામાં, ખોરાક અને વિટામીન્સની બાબતથી દૂર રહે તો થયો હોય તેમ લાગી રહ્યું છે.સમયસર ખોરાક ન લેવાથી તીવ્ર એનિમિયા થઇ શકે છે બહારનું આડેધડ કાંઇ પણ જંકફૂડ ખાઇને કામ ચલાવી લેવું થતા શરીર ખોરાકમાંથી જરૂરી પોષકતત્વોને ગ્રહણ ન કરી શકે તેવા સંજોગોમાં શરીરમાં વિટામિન્સની ખામી સર્જાય શકે છે.

અલગ-અલગ વિટામિનની ઉણપ માટેના લક્ષણો :-

– વિટામિન ‘C’ ની ઉણપ :-

જો વ્યક્તિ પૂરતાં પ્રમાણમાં ફોલેટ ન ગ્રહણ કરે તો તેનામાં વિટામિન ‘સી’ની ઉણપ હોય શકે છે. જ્યારે તમારાં શરીરમાં આ વિટામિનની ઉણપ થાય ત્યારે શરીર જાતે જ કેટલાંક લોહીના રોગોને જન્માવે છે. કેટલાંક  દેખીતા લક્ષણોમાં થાક, શ્વાસની તકલીફ, ચક્કર આવવાં, નિસ્તેજ કે ચામડી પીળી પડવી, અનિયમિત હદયના ધબકારાં, વજનમાં ઘટાડો, હાથ-પગની નિષ્ક્રિયાતાં, સ્નાયુમાં નબળાઇ આવવી, અસ્થિર હિલચાલ અને વારેવારે વાત ભૂલી જવી વગેરેનો સમાવેશ થાય છે.

વિટામીન ‘સી’ની ઉણપ નિવારવા માટે :-

વિટામિન ‘સી’ની ઉણપ ન રહે તે માટે વ્યક્તિએ નિયમિતપણે જામફળ (પેરુ), કિવિ, નારંગી, સ્ટ્રોબેરી, પપૈયું, અનાનસ, કેરી જેવા ફળો તથા ફૂલકોબી, વટાણા, અને બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ જેવી શાકભાજી આહારમાં લેવી જોઇએ…

– વિટામિન ‘D’ ની ઉણપ :-

વિટામીન ડીને સનશાઇન વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે વ્યક્તિને દૂધની એલર્જી હોય, વૃધ્ધોમાં જ્ઞાનાત્મક ક્ષતિ, બાળકોને ગંભીર અસ્થમાં કે કેન્સર હોય તો તે વિટામિન ડીની ઉણપ/ખામીનું સુચન કરે છે. વિટામિન ડી હાડકાં માટે જરૂરી છે. કેમ કે તે ખોરાકમાંથી કેલ્શિયમ ગ્રહણ કરવામાં મદદરૂપ બને છે, જેથી હાડકાં મજબુત થાય છે, વ્યક્તિ જ્યારે સૂર્યપ્રકાશમાં હોય તેવા વખતે તેનું શરીર સીધું વિટામિન ડી ગ્રહણ કરતું હોય છે.

વિટામીન D ના સ્ત્રોત :-

સૂર્યપ્રકાશ, ચીઝ, ગાજર, ઇંડા, માછલી, શક્કરિયાં વગેરે.

-વિટામિન ‘B’ ની ઉણપ :-

શરીરના કોષોના આરોગ્યને ઉત્તેજન આપવા અને આખો દિવસ સક્રિય રહેવા માટે વિટામિન B મહત્વનો ભાગ ભજવે છે. તેના અલગ પ્રકારો હોય છે  જેવાં કે વિટામિન B-12, B-7અને B-9વગેરે.

જો વિટામિન Bની ઉણપ રહે તો તેવા સંજોગોમાં સેલિયાક બિમારી, ક્રોહન રોગ, એચ.આઇ.વી., ડિપ્રેશન તથા પેરાનોઇયા વગેરેની શક્યતા વધી જાય છે.

વિટામિન ‘ B ‘ના સ્ત્રોત :-

ડેરી પ્રોડક્સ, ઇંડા, કેળાં, બટાટાં, માછલી વગેરે….

-વિટામિન ‘A’ ની ઉણપ :-

વિટામિન Aની ઉણપ ચરબીના શોષણ, યકૃતતી ગરબડો અને ઓછી તથા ખામીવાળી રોગપ્રતિકારક ક્ષમતા તરફ દોરી જાય છે. ઉપરાંત વિટામિન A ની ઉણપમાં ઘણીવાર વ્યક્તિને શરીર પર ચકામાં થતાં રહેતાં હોય છે.

વિટામિન ‘A’ના સ્ત્રોત : લીલાં શાકભાજી

ગાજર, શક્કરિયાં, દૂધ, માછલી, ટમેટાં, ઇંડા વગેરે….

વિટામિન Aને કારણે રોગપ્રતિકારક ક્ષમતા વિકસે છે, કેન્સર તથા હૃદય રોગો થતા અટકે છે, તથા બાળકોના સ્નાયુની વૃઘ્ધિ ઝડપી બને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.