મનોવિજ્ઞાનના અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શન હેઠળ પીજીડીસીસીની વિદ્યાર્થીની  નિશા પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું, સંશોધનમાં 720 વ્યક્તિઓ પર અભ્યાસ કરવામાં આવ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું કે જન્મના મહિના અને જાતિ ની ચાણક્યવાદ અને વ્યક્તિની વર્તનશૈલી પર કેવી અસર થાય છે આ સંશોધન મનોવિજ્ઞાનના અધ્યાપક ડો. ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ ઙૠઉઈઈ ની વિદ્યાર્થીની નિશા પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું.  આ સંશોધનમાં 720 વ્યક્તિઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમની ઉંમર 18 થી 30 વર્ષની હતી. જેમાં કુલ 720 માંથી 360 સ્ત્રીઓ અને 360 પુરુષોને પસંદ કરવામાં આવ્યા હતા. 360 સ્ત્રીઓમાં જાન્યુઆરી થી ડિસેમ્બરમાં જન્મ થયેલ દરેક મહિનાની 30-30 સ્ત્રીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે 360 પુરુષોમાં જાન્યુઆરીથી ડિસેમ્બરમાં જન્મ થયેલ દરેક મહિનાના 30-30 પુરુષોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે અભ્યાસના તારણો નીચે મુજબ છે.

ટાઈપ-એ અને ટાઈપ-બી વ્યક્તિત્વના લક્ષણો

ટાઈપ-એ વ્યક્તિત્વના લક્ષણો

ટાઈપ-બી વ્યક્તિત્વના લક્ષણો

  • સ્પર્ધાત્મક સિદ્ધિ અભિમુખતા
  • સમયની ખેંચ કે દબાણ
  • શત્રુતાની ભાવના અને ક્રોધ
  • ઈર્ષા
  • ઉતાવળિયો સ્વભાવ
  • દ્રઢ સિદ્ધિ પ્રેરણા
  •  કાર્ય સામેલગીરી
  • નિયંત્રણની ઈચ્છા
  • ઓછી સ્પર્ધાત્મકતા
  • શાંત સ્વભાવ
  • ઓછી સિદ્ધિ પ્રેરણા
  • સમયની ઓછી ખેંચ
  • ઓછી શત્રુતા ભાવના
  • પોતાના કાર્યને પાછળ ઠેલવવાની વૃતિ
  • ઓછી સમય દ્રઢતા
  • પોતાના ધ્યેય સિદ્ધિ અંગે ઓછા ચિંતિત

બુદ્ધિ ચાતુર્ય:

વ્યક્તિની યુક્તિઓ કરવાની આવડત પર તેની જાતિ અને જન્મના મહિનાની અસર જોવા મળી. ઓક્ટોબર મહિનામાં જન્મેલ લોકોની અંદર આ બાબત સહુથી વધુ જોવા મળી. તેઓની અંદર કોઈપણ બાબતમાં યુક્તિ કરો તર્ક કરવાની ક્ષમતા વધુ જોવા મળી. સ્ત્રીઓ કરતા પુરુષોમાં યુક્તિ નું પ્રમાણ વધુ જોવા મળ્યું. મગજના બે ગોળાર્ધ છે જેમાં એકમાં લાગણીઓ, ભાવનાઓ રહેલ છે બીજામાં તર્ક રહેલ છે. પુરુષો તર્ક કરતા જોવા મળ્યા શકય કારણએ છે કે તેઓ મગજનો એ ભાગનો ઉપયોગ વધુ કરતા હોય. આ ઉપરાંત નૈતિકતા પર પણ જાતિની અસર જોવા મળી. પુરુષોની તુલનાએ સ્ત્રીઓમાં નૈતિકતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું.

વર્તનશૈલી:

બે પ્રકારની વર્તનશૈલી નો અહીં અભ્યાસ કરવામાં આવ્યો. ટાઈપ ફ વર્તનશૈલી અને ટાઈપ બ વર્તનશૈલી. ટાઈપ અ પ્રકારની વર્તન શૈલી ધરાવનાર વ્યક્તિમાં વિરોધ વૃત્તિ, સ્પર્ધાત્મક વૃત્તિ, ગુસ્સો,સમયની પાબંધતા વગેરે બાબતો વધારે જોવા મળે છે. ટાઈપ ઇ પ્રકારની વર્તન શૈલી ધરાવનાર વ્યક્તિ એકદમ શાંત હોય છે. તેમની અંદર ખોટો ગુસ્સો, આક્રમકતા નથી હોતી. અહીં સ્ત્રીઓમાં ટાઈપ બ વર્તનશૈલી વધુ જોવા મળી.ઓક્ટોબર મહિનામાં જન્મેલા વ્યક્તિઓમાં ટાઈપ એ વર્તન શૈલીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

બુદ્ધિ ચાતુર્યના લક્ષણ:

બુદ્ધિ ચાતુર્યએ એક વ્યક્તિત્વ લક્ષણ છે જે ચાતુર્ય, ચાલાકી કરવાની ક્ષમતા અને સત્તા મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમનો ઉપયોગ કરવાની પ્રેરકતાને દર્શાવે છે. જેમાં વ્યક્તિ કોઈપણ માધ્યમનો ઉપયોગ કરીને જે ચાતુર્ય ચાલાકી કરવાની ક્ષમતા ધરાવે છે અને કોઈપણ રીતે લક્ષ્યને પ્રાપ્ત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.