- અંકકુંડલીમાં ખૂટતા નંબરોનું જીવનમાં મહત્વ અને અસર
આપણા જીવનમાં અંકોનું પોતાનું એક મહત્વ છે. અંકોનું મહત્વ એટલું વધારે છે કે તેને આધારે વ્યક્તિનો સ્વભાવ, તેની આદતો, વિચારવા અને કામ કરવાની રીત સિવાય તેના ભાગ્ય વિશે પણ જાણી શકાય છે. . પ્રાચીન માનવીય અને ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષ અને અંક વિજ્ઞાન નું આદિ કાળથી મહત્વ રહ્યું છે દરેક વ્યક્તિના જીવનમાં ભાગ્યનું ખૂબ મહત્વ હોય છે વચન પુરુષાર્થને પ્રચંડ પુરુષાર્થને મહેનત કરનારને સુખ મળી જાય એવું હોતું નથી ઘણા ઓછી મહેનતે યશ કીર્તિ ધન એશ્વર્યા પ્રમાણમાં મેળવે છે આ ભાગ્યની વાત છે અને ભાગ્ય સાથે વ્યક્તિના પુરુષાર્થ આશીર્વાદની જેમ અંક વિજ્ઞાન પણ ખૂબ જ અસર કરતા છે અંક વિજ્ઞાન ન્યુમેરોલોજી ના વિવેક પૂર્વક ઉપયોગથી સુતેલા ભાગ્ય જગાડીને કોઈપણ સંઘર્ષ કરનાર વ્યક્તિ ભાગ્યોદય પ્રાપ્ત કરી શકે.
જાણીતા ન્યુમેરોલોજિસ્ટ Masters_Jinal ના મતે દરેક વ્યક્તિના જીવનમાં અંક નું મહત્વ હોય છે અને અંકકુંડલીમાં મિસિંગ થતાં નંબરોની જીવનમાં ખૂબ જ અસર જોવા મળે છે. તો તેના માટે શું શું કરવું તથા તેના ઉપાયો આજના એપિસોડના પ્રસારણમાં વિગતવાર જણાવેલ જે આજે સાંજે 7: 30 કલાકે પ્રસારિત થશે.
અંક “1” સૂર્ય નો નંબર છે. જો અંક “1” કોઈ વ્યક્તિની અંકકુંડલીમાં મિસિંગ હોય તો વ્યક્તિમાં આત્મવિશ્વાસ ઓછો હોય છે. તેની કારકિર્દીમાં પ્રોબ્લેમ થતાં હોય છે .
અંક “2” ચંદ્ર નો નંબર છે. જો અંક “2” કોઈ વ્યક્તિ ની અંકકુંડલીમાં મિસિંગ હોય તો તેવા લોકો સામે વાળા વ્યક્તિઓની ભાવનાઓને સમજી નથી શકતા અને પોતાની ભૂલને સ્વીકારતા નથી.
અંક “3” ગુરુ નો અંક છે જે નોલેજનો અંક છે. જો અંક “3” કોઈ વ્યક્તિ ની અંકકુંડલીમાં મિસિંગ હોય તો તેવા લોકોની કલ્પના શક્તિ ઓછી હોય છે તથા આત્મવિશ્વાસનો અભાવ હોય છે . તેમને અભ્યાસમાં પણ થોડી ઘણી તકલીફ પડતી હોય છે.
અંક “4” રાહુ નો નંબર છે અને તેવા વ્યક્તિ ખૂબ મહેનતી હોય છે. જો અંક “4” કોઈ વ્યક્તિની અંકકુંડલીમાં મિસિંગ હોય તો તેવા લોકો કોઈ પણ કાર્ય એક સમયે નથી કરી શકતા.
અંક “5” બુધનો અંક છે. કોઈ વ્યક્તિની અંકકુંડલીમાં મિસિંગ હોય તો તેવા વ્યક્તિ ધંધા અને નોકરીમાં આવતા બદલાવને લીધે ટકી શકતા નથી અને લક્ષ્ય સિદ્ધ કરવામાં તકલીફ થતી હોય છે .
અંક “6” શુક્રનો અંક છે જે પરીવારનો અંક છે. જો અંક “6” કોઈ વ્યક્તિની અંકકુંડલીમાં મિસિંગ હોય તો તેવા વ્યક્તિને રિલેશનશિપ અને ફેમિલી લાઇફમાં પણ થોડા પ્રોબ્લેમ આવતા હોય છે . .પૈસા અને સંપતિને લાગતા પ્રશ્નો ઉદભવતા હોય છે .
અંક “7” કેતુનો અંક છે. તે હંમેશા દિલથી વિચારે છે અને જો અંક “7” કોઈ વ્યક્તિની અંકકુંડલીમાં મિસિંગ હોય તો તેવા વ્યક્તિમાં આધ્યાત્મિકતા અને આત્મવિશ્વાસ ઓછો હોય છે .
અંક “8” શનીનો અંક છે જે ન્યાયાધીશ છે. જો અંક “8” કોઈ વ્યક્તિની અંકકુંડલીમાં મિસિંગ હોય તો તેવા વ્યક્તિમાં જજમેંટ અને સમસ્યાના નિરાકરણ કરવાની શક્તિનો અભાવ હોય છે . અંક “9” મંગળનો અંક છે. જો અંક “9” કોઈ વ્યક્તિની અંકકુંડલીમાં મિસિંગ હોય તો તેવા વ્યક્તિમાં એનર્જી અને કરુણાનો ભાવ ઓછો હોય છે.