કાગદડી સહિતના ગામોમાં ઢોલ વગાડી ગ્રામજનોને સાવચેત કરાયા
રાજકોટની જૂની કલેકટર કચેરીમાં મહાકાય વૃક્ષો ધરાશાયી
આગામી દિવસોમાં બિપોરજોય વાવાઝોડાને અનુલક્ષીને રાજકોટ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વાવાઝોડા પહેલા, દરમ્યાન તેમજ બાદમાં કઈ રીતે મુશ્કેલીનો સામનો કરવો તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે કાગદડી, ધોરાજીના સુપેડી તથા છાડવાદર સહિતના ગામોમાં ઢોલ પીટી લોકોને તકેદારીની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગૌરીદડ ગ્રામપંચાયત દ્વારા માઈકથી લોકોને ચેતવણી પાઠવવામાં આવી હતી. લોકોને ઊંચા હોર્ડિંગ કે પતરા આસપાસ બાળકોને દૂર રાખવા તેમજ સરપંચ અને તલાટીને આ બાબતે જાણ કરવા સૂચિત કરાયા હતા કરવામાં આવ્યા હતાં. તા. 12 થી 15 દરમ્યાન કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાની ના થાય તે માટે તંત્રના સંપર્કમાં રહેવા લોકોને અપીલ કરવામાં આવી હતી.