લોકસભામાં રજુ થયેલ ‘રાઈટ ટુ એજયુકેશન બીલ’ હેઠળ બીનતાલીમી શિક્ષકોએ વર્ષ ૨૦૧૯ સુધીમાં તાલીમ મેળવવી અનિવાર્ય
સરકારે લોકસભામાં રાઈટ ટુ એજયુકેશન બીલ રજુ કર્યુ છે જેમાં શિક્ષરને લઈને મહત્વની જોગવાઈઆ કરવામાં આવી છે. જેનાં ભાગ‚પે રાઈટ ટુ એજયુકેશન એકટ હેઠળ શૈક્ષણીક લાયકાત ન ધરાવતા શિક્ષકોની વર્ષ ૨૦૧૯ પછી છૂટ્ટી થઈ જશે તેવી જોગવાઈ છે.
રાઈટ ટુ એજયુકેશન એકટને ૧લી એપ્રીલ ૨૦૧૦થી લાગુ પડાયો હતો જેની હેઠળ શિક્ષકોક પાસે પૂરતી અને યોગ્ય લાયકાત હોવી આવશ્યક છે. અમુક મહત્વના બદલાવો લાવવાના પગલે હ્યુમન રીસોસીર્સ ડીપાર્ટમેન્ટના મંત્રી પ્રકાશ જાવડેકરે લોકસભામાં ‘ધી રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફી એન્ડ કમપ્લસરી એજયુકેશન બીલ’ ૨૦૧૭ રજુ કર્યંુ છે.
આ નવા બીલની જોગવાઈ અનુસાર, બીનતાલીમી શિક્ષકો શિક્ષણ સેવા આપી શકશે નહી આ માટે તેઓએ વર્ષ ૨૦૧૯ સુધીમાં શિક્ષક તરીકેની ઓછામાં ઓછી લાયકાત મેળવવી અનિવાર્ય છ. ધી સ્ટેટમેન્ટ ઓફ ઓબજેકટસ એન્ડ રીઝન ઓફ ધી બીલ મુજબ, રાજય સરકારે બીલ તાલીમાર્થી શિક્ષકોને તેમની સંપૂર્ણ તાલીમ મેલવવા અને કાયદા હેઠળ દર્શાવેલ ઓછામાં ઓછી લાયકાત મેળવવા માટે વધુ સમય આપવા વિનંતી કરી છે. મંત્રાલય રાઈટ ટુ એજયુકેન બીલ હેઠળ ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત પણ શિક્ષણ મળી રહે તે માટેની જોગવાઈઓ પણ કરી છે.
બીન તાલીમી શિક્ષકોને તાલીમ આપવાના ખર્ચની ફાળવણી સર્વ શિક્ષા અભિયાન પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી છે. આ ખર્ચની રકમ કેન્દ્ર અને રાજય સરકાર ભોગવશે.