સતત અગિયારમાં વર્ષે ભરવાડ સમાજના ૭૦૦ થી વધારે વિદ્યાર્થીનું ચોપડા, સ્કુલ બેગ, બોલપેન, વી.આઇ.પી.ફાઇલ, જનરલ નોલેજ બુક અને પ્રમાણપત્ર આપી સન્માન કરાશે: આગેવાનો અબતકની શુભેચ્છા મુલાકાત
ગોપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ રાજકોટ છેલ્લા દસ વર્ષથી ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓને, સન્માનીત કરી રહી છે. ત્યારે ફરી આ વર્ષે તા. ૧૦-૮ ને શનિવારના રોજ અરવિંદભાઇ મણીયાર હોલ જયુબેલી ખાતે શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોપાલક શૈક્ષણિક પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા ફરી આ વર્ષે અગિયારમો શૈક્ષણીક સન્માન સમારોહ યોજાઇ રહ્યો છે. જેમાં ધો. ૮ થી સ્નાતક સુધીમાં પ૦ ટકા થી વધારે ટકાવારી ધરાવતા ભરવાડ સમાજના વિઘાર્થીઓને શનિવારે અરવિંદભાઇ મણિયાર હોલ, જયુરેલી બાગ ખાતે બપોરે ૨.૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં સન્માનીત કરવામાં આવશે. આ વર્ષે સન્માન સમારોહમાં પ૦ ટકાથી વધારે ટકાવારી ધરાવતા ધો. ૮ થી અનુસ્નાતક સુધીના ૭૦૦ થી વધારે વિઘાર્થીની માર્કશીટ આવી છે. આ તમામન સન્માન સમારોહમાં ચોપડા, બોલપેન અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરાશે. જયારે દરેક ધોરણના પ્રથમ ત્રણ વિઘાર્થીને ચોપડા, બોલપેન, પ્રમાણપત્ર, વી.આઇ.પી. ફાઇલ, જનરલ નોલેજ બુક ઉપરાંત સ્કુલ બેગ અને શિલ્ડ આપવામાં આવશે. સાથે સાથે રમત ગમત ક્ષેત્રમાં સારો દેખાવ કરનાર સમાજના વિઘાર્થીઓને પણ સન્માનીત કરવામાં આવશે. આ શૈક્ષણિક સન્માન સમારોહનું સતત અગીયારમાં વર્ષે ગોપાલક શૈક્ષણીક પ્રગતિ મંડળના મોમભાઇ મુંધવા, માધવભાઇ ગમારા, નવધણભાઇ બાંભવા, મનીષભાઇ જાદવ, વિરમભાઇ બાંભવા, મુકેશેભાઇ મુંધવા અને હિરેનભાઇ રાતડીયા આયોજન કરી રહ્યા છે.
આ ઉપરાંત સમાજનાં વિઘાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરીમાં જોડાયા એ માટે વિઘાર્થીઓને જનરલ નોલેજની બુક પણ આપવામાં આવશે.
આ સન્માન સમારોહમાં ભરવાડ સમાજના લોકોને મોટી સંખ્યામાં હાજર રહેવા આયોજક કમીટીએ કરી છે જેથી વિઘાર્થીઓને પ્રોત્સાહન મળી રહે.
જયારે સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાહુલભાઇ ગમારા (ડે.કલેકટર-ભાવનગર), પ્રશાંતભાઇ માઁગુડા (ડે.કલેકટર-ખંભાળીયા), અજયભાઇ ઝાપડા (મામલતદાર-જુનાગઢ), લાખાભાઇ ભરવાડ (ધારાસભ્ય-વિરમગામ), ગીરીશભાઇ સરૈયા (ચીફ ઓફીસર વાકાંનેર નગરપાલિકા), મખાભાઇ ગમારા (નિવૃત જજ -અમદાવાદ), ખીમજીભભાઇ મકવાણા (ઉઘોગપતિ), નલીનભાઇ ઝવેરી (ટ્રસ્ટી્ર આત્મીય કોલેજ), રાજેશભાઇ કાનમિયા (પી.આઇ. ક્રાઇમ બ્રાન્ચ-વડોદરા), એન.સી. ગમારા (નિવૃત ડીવાયએસપી) ઉપેન્દ્રભાઇ જોગરાણા (પીએસઆઇ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ), રેવાભાઇ ગમારા (ચેરમેન, સ્વસ્તીક સ્કુલ-સુ.નગર), કરણાભાઇ માલધારી (સમાજ અગ્રણી), નવઘણભાઇ મુંધવા (પ્રમુખ, નાગલધામગ્રુપ-ગુજરાત), અનિલભાઇ રાઠોડ (સીનીયર કોર્પોરેટર-રાજકોટ) ભરતભાઇ મકવાણા (ભૂતપૂર્વ ડે. મેયર રાજકોટ) ડો. બિંદીયાબેન ધ્રાંગીયા (એમ.એસ. ગાયનેક સર્જન-રાજકોટ), દિનેશભાઇ ટોળીયા (ઉપાઘ્યક્ષ ગોપાલક વિકાસ-નિગમ ગાંધીનગર), લાલજીભાઇ ખાટરીયા (પ્રમુખ જય ગોપાલ યુવા ગ્રુપ, સુ.નગર), રૈયાભાઇ બાંભવા (સરકારી પોલી. ટેક.મીકેનીશલ ખાતાવડા-રાજકોટ), જી.સી. અલગોતર (મેનેજીંગ ડીરેુકટર, ગુજરાત ગોપાલ વિકાસ નિગમ-ગાંધીનગર), અને વિરમભાઇ વકાતર (નિવૃત કાર્ય. ઇજે. સિંચાઇ વિભાગ રાજકોટ) હાજર રહેશે. આ બધા હમાનુભવોના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.