- વિદ્યાર્થીનીની પજવણી મામલે ઓરિએન્ટલ ક્લાસીસના સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો, પરિવારજનોએ મચાવ્યો હોબાળો
- બ્રહ્મસમાજે તાત્કાલિક પ્રમુખ પદેથી રવિન્દ્ર ત્રિવેદીને દુર કર્યા
- મોરબીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે,
જેમાં ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકે સગીર વિદ્યાર્થીની સાથે સ્કૂલમાં તેમજ તેના ટ્યુશન કલાસીસમાં જાતીય સતામણી કર્યાનો આરોપ લગાવાયો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અને પરિવારજનોના હોબાળાએ સમગ્ર મોરબી શહેરમાં ચકચાર મચાવ્યો છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી ટ્યુશન ક્લાસીસ “ઓરીએન્ટલ ક્લાસીસ” સંચાલક લંપટ રવીન્દ્ર ત્રિવેદી નામના શિક્ષક વિરુદ્ધ
તેની જ કલાસીસમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કર્યાનો આક્ષેપ થતાં પોલીસમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. સગીર વિદ્યાર્થીની છેલ્લા 15 દિવસથી પજવણીનો શિકાર બનતી હોવાની જાણ પરિવારને થતાં પરિવારજનો પોલીસ સ્ટેશન પહોચ્યા હતા
હાલ બી ડિવિઝન પોલીસે નરાધમ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે,
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી લંપટ શિક્ષક મોરબી સમસ્ત બ્રહ્મ સમાજમાં પ્રમુખ પદે હોય ત્યારે સભ્ય સમાજને ન શોભે એવા કૃત્ય બદલ રવિન્દ્ર ત્રિવેદીને મોરબી બ્રહ્મ સમાજના અધ્યક્ષ તેમજ કારોબારી સભ્યો દ્વારા આપાતકાલીન બેઠક બોલાવી આરોપીને પ્રમુખના હોદા ઉપરથી દૂર કરી નવા કાર્યકારી પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે.