જિલ્લાની તમામ સ્કૂલોમાં કોવિડ-૧૯ ગાઈડલાઈનના નિયમના પાલન મામલે ૨૮ ટીમ નિયમિત ચેકિંગ કરશે

કોરોનાની મહામારીને કારણે છેલ્લા ૧૦ મહિનથી બંધ થયેલી સ્કૂલો સોમવારથી ફરી ધમધમતી થશે અને ૧૧મીઠી બોર્ડના વિદ્યાર્થીઓનું શેક્ષણિક કાર્ય શરૂ થશે જો કે ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં આવતા વિદ્યાર્થીઓને સ્કૂલોએ ન જવા ગાઈડલાઈનમાં સૂચન અપાયું છે. જો કે ઓનલાઈન શિક્ષણ કાર્ય પણ શરૂ જ રહેશે ત્યારે રાજકોટ ડીઈઓ દ્વારા શનિવાર અને રવિવારે પણ સ્કૂલો શરૂ રાખવા અપીલ કરી છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની ૮૯૫ શાળાઓના ધો.૧૦ અને ૧૨ના ૮૮ હજાર વિદ્યાર્થીઓનો અભ્યાસ સોમવારથી શરૂ થશે. જેમાં ૪૮ સરકારી શાળા, ૨૪૨ જેટલી ગ્રાન્ટેડ શાળા અને ૬૦૫ ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. જેમાં ધો.૧૦ના ૪૮ હજાર વિદ્યાર્થીઓ અને ધો.૧૨ના ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ પૈકી જેટલા વિદ્યાર્થીઓને વાલીઓની સંમતિ મળશે તેઓને જ શાળામાં અભ્યાસ કરવામાં આવશે. બાકીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસ ચાલુ જ રહેશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સોમવારે જ્યારે શાળાઓ શરૂ થશે ત્યારે શાળામાં પ્રવેશ, અભ્યાસ અને છૂટતી વખતે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સ્નેટાઇઝરની પૂરતી વ્યવસ્થા જળવાય તેનું ધ્યાન રાખવું પડશે. તમામ શાળાઓમાં થર્મલ ગન વડે શિક્ષકો અને વિદ્યાર્થીઓની ચકાસણી કરવાની રહેશે. કોરોના સંક્રમણને અટકાવવા એક જ ધોરણના વિવિધ વર્ગોમાં વરાફરતી રિશેષ આપવામાં આવશે. જિલ્લાની તમામ સ્કૂલોમાં ચેકીંગ માટે કુલ ૨૮ ટિમ ત્યાર કરવામાં આવી છે. જે નિયમિત રીતે ચેકીંગ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.