વિશ્વભરમાં જીવલેણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. હજુ સુધી ગુજરાતમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી અને ગુજરાતની રાજ્યભરની શાળાઓ 29 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં એ હેતુસર એક નિર્ણય કર્યો છે.

જે હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને પ્રાદેશિક ટીવી ચેનલ્સના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે. રાજ્યના ધોરણ 7થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી કરાવવામાં આવશે.

19મી માર્ચથી વિદ્યાર્થીઓ ઘર બેઠા ટીવી ચેનલ્સના માધ્યમથી વિષયનો રિવિઝન અને અભ્યાસ કરી શકશે. 19 માર્ચથી દરરોજ એક-એક કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે. ધોરણ-7થી 9 માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે. ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.