શિક્ષણનાં મોટા પાયે વેપારીકરણથી ગરીબ વિદ્યાર્થીઓના બુરે દીન ગુણવતતાયુકત શિક્ષણ કરતા સ્ટેટસ સિમ્બોલ વધુ બની છે ખાનગી સ્કૂલો
સરકારી શાળાના નબળા ‘દેખાવ’ સામે ખાનગી શાળાઓમાં ‘દેખાડો’ પરિવર્તન લાવવા સરકાર અને વાલીઓએ માનસિકતા બદલવી પડશે
એકબાજુ શિક્ષણનું મહત્વ વધી રહ્યું છે જયારે બીજીબાજુ શિક્ષણનું વ્યાપારીકરણ પણ જેટ ગતિએ વધી રહ્યું છે. લોકોનો સરકારી શાળા પરનો વિશ્ર્વાસ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને ખાનગી શાળાનું મહત્વ વધી રહ્યું છે. અમીરો ખાનગી શાળાના ‘મોહતાજ’ જયારે ગરીબો સરકારી શાળાના ‘સરતાજ’ હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. શિક્ષણના વેપારીકરણથી ગરીબ વિદ્યાર્થીઓના બુરે દીન આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સરકારી શાળાને પ્રોત્સાહન આપવા વાલીઓએ માનસિકતા અને સરકારે વલણ બદલવું પડશે.
શાળા નં.૭૧ના આચાર્ય રજનીકાંત જગતીયાએ જણાવ્યું હતું કે શાળા નં.૭૧માં મધ્યમ વર્ગ ધરાવતા પરિવારના બાળકો અભ્યાસ કરવા આવે છે. તેમના અનુસંધાન મુજબ સરકારી શાળામાંથી જ શિક્ષણ મેળવવું જોઈએ કારણકે અત્યારે હાલના મોટા સારા કક્ષાના અધિકારીઓ પ્રાથમિક શિક્ષણ તથા માધ્યમિક શિક્ષણ સરકારી શાળામાંથી જ પોતાના હોદા સુધી પહોંચ્યા છે. સરકારી શાળાનું મહત્વ પ્રાઈવેટ શાળાના દેખાવોને કારણે ઘટે છે. ત્યાના સ્ટાફના પ્રયત્નો ચાલુ જ છે કે બાળકો સરકારી શાળામાંથી શિક્ષણ મેળવે. તેઓ પોતાના પ્રયત્નો માટે વાલીઓને બોલાવે છે તથા શાળાના કો પ્રોગ્રામમાં પ્રાઈવેટ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને તથા આમંત્રણ આપે જેથી તેઓને ખબર પડે કે જે વાલીઓ સરકારી શાળા અગાઉ ભળેલા છે ત્યારની સુવિધાઓ કરતા આજની સુવિધાઓ પુરે પુરી સંપન્ન છે. બીજા વિસ્તારના પાંચ બાળકો પણ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. કોમ્પ્યુટરની લેબની સુવિધા જેવી અનેક આધુનિક સુવિધા તથા સરકાર દ્વારા આપવામાં આવી છે.
શાળામાં કોઈપણ પ્રકારનું રીપેરીંગ કામ હોય છે તે કોર્પોરેશનમાં એક જ અરજી કરવાથી પૂર્ણ થઈ જાય છે. એક વર્ષ પહેલા કોર્પોરેશન દ્વારા શાળામાં ભણતા બાળકો માટે બુટ-મોજાની ગ્રાન્ટ આવેલી હતી અને બાળકોને બુટ-મોજા આપવામાં આવ્યા હતા. દર વર્ષે એસ.એસ.એ. તરફથી ૨૭,૦૦૦ વાર્ષિક ગ્રાન્ટ આવે છે. જેમાં ૧૫,૦૦૦ રીપેરીંગ તથા ૧૨,૦૦૦ શાળા વિકાસ ગ્રાન્ટ ખાતે આપવામાં આવે છે. જે ખુબ જ ઓછી છે જેના કારણે અમુક ખર્ચાઓ જે ખુબ અગત્યપણે કરવા પડે તેમ હોય છે પરંતુ ફંડ ઓછું હોવાના કારણે તેઓએ દાતાઓનો સહારો લેવો પડે છે. દર વર્ષે ડિસેમ્બર-માર્ચ મહિનાની વચ્ચે કેળવણી નિરક્ષક પોતાની ટીમ સાથે ઈન્સ્પેકશન માટે આવે છે. દર માસે મુલાકાત પણ લે છે.
અત્યારના સમયમાં જે લોકો માને છે. મોઘું શિક્ષણ તે સારું શિક્ષણ તેઓ માટે શાળા વિશે તેના પ્રતિનિધિઓ વાલી મીટીંગમાં સમજાવે છે અને પ્રેરણા આપે છે અને હાલ ૭૧ નં.શાળામાં ૧૪ શિક્ષકો કાર્ય કરે છે અને ૧-૮ ધોરણમાં ૪૬૩ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યાના કોર્પોરેટરનો પુરો સહકાર મળે છે તેવું શાળાના આચાર્યનું કહેવું છે ત્યાના કોર્પોરેટર કોઈપણ ભેદભાવ વગર શાળાના કાર્યક્રમમાં ભાગ લે છે. ૨૦૧૫માં ત્યાના કોર્પોરેટર બાબુભાઈ ઉઘરેજા દ્વારા ૨ લાખની ગ્રાન્ટ મંજુર કરાઈ હતી પરંતુ તે પણ શાળા માટે પુરતી ન પડી પણ ત્યાંનો થોડુ કામ ઓછું થઈ શકે તેટલી હતી અને ઘટતી વસ્તુઓ માટે આ ગ્રાન્ટ મળેલી હતી પરંતુ ત્યાં હજુ પણ ૨૦૧૫ થી અરજી કરેલ હોવા છતા ગ્રીન ચોક બોર્ડની અછત છે. જે શાળા માટે ખુબ જ ઉપયોગી વસ્તુ કહી શકાય ત્યા શાળાની લાઈબ્રેરીમાં ટેબલ ખુરશીઓની પણ અછત છે. કહી શકાય છે કે વારંવાર અરજી કરવા છતા પણ શાળાને પુરતી વસ્તુ મળતી નથી જે ખુબ જ શરમજનક બાબત કહેવાય. એક બાજુ જયારે રાજકોટને સ્માર્ટ સીટી બનાવવાની વાત થઈ રહી છે તો બીજી બાજુ સરકારી શાળાની આ પ્રકારની હાલત. પરંતુ આ પ્રકારની સ્થિતિ હોવા છતા પણ ત્યાના શિક્ષકો બાળકોને સારુ શિક્ષણ આપી રહ્યા છે તથા ત્યાં ઘણા બાળકો એવા પણ છે જે ભણવા ન માંગતા હોય તો પણ આવા બાળકોને ભણતર તરફ વળાવવા તેઓ પુરા પ્રયત્નો કરે છે.
સરકારી શાળાઓમાંની આ એક જ શાળા જે પોતાની વેબસાઈટ ધરાવે છે. જેમાં વિદ્યાર્થીને લગતા પ્રશ્ર્નો, શિક્ષકોને જ‚રી માહિતી તેમજ શિક્ષણને બદલે ખાસ માહિતી તેમાં આવરી લેવામાં આવી છે. એ વેબસાઈટનું નામ www.velnathpra shalano71 rajkotyolasite.com છે. ટ્રસ્ટ સંચાલિત વિરાણી હાઈસ્કુલના આચાર્ય હરેન્દ્રભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓ આવવાી એક પ્રકારનો સ્ટેટસ સિમ્બોલ ઈ ગયો છે. છેલ્લા ઘણા વર્ષોી વિર્દ્યાી ખાનગી શાળા તરફ વધુ પ્રેરાય છે જયારે ગ્રાન્ટેડ અને સરકારી શાળા પ્રત્યે બાળક ઓછુ આવે છે. જેનું મુખ્ય કારણ છે લોકોની માનસિકતા, વિરાણી સ્કુલનું બોર્ડનું રિઝલ્ટ ૮૬ ટકા છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે એ પછી બાળકના ભવિષ્યનું શું એ વિચારવા જેવી બાબત છે.
સરકાર પોતાની જવાબદારી શિક્ષણમાં ખંખેરતી હોય એવું કયાંક લાગે છે સરકારના પ્રયત્નોમાં ઢીલાશ છે એ ચોક્કસપણે કહી શકાય. પ્રચાર અને પ્રસારી આંધળૂકીયા દોરવાય ન જાય એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વોર્ડ નં.૩ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ લીગલ કમીટીના ચેરમેન કરશનભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૯૮ની શાળા અત્યાર સુધી ભાડામાં ચાલતી હતી. જેમાં બે પાળીમાં ૩૦૦ જેટલા વિર્દ્યાીઓ અભ્યાસ કરતાં હતા. જેમાં કોઈ જ અગવડતા નહોતી. બધા એ ખુબજ મદદ કરી અને ૯૮ નંબરની શાળાને નવી. અદ્યતન બનાવામાં આવી.
આજુબાજુના ગરીબ વિસ્તારના લોકોને ભણવાની તક મળે છે. કોર્પોરેશને અને શિક્ષણ સમીતીએ આ કાર્ય કર્યું છે તેને હું ધન્યવાદ આપું છે. અત્યારે શિક્ષણ મોંઘુ ઈ ગયું છે અને વેપારીકરણ આવી ગયું છે. કારણ કે ગરીબ લોકો શિક્ષણની ફી વધુ ભરી શકતા ની. એટલે ગરીબ બાળકો મોટે ભાગે કોર્પોરેશન અને સરકાર આધારીત સ્કુલમાં ભણતા હોય છે. અત્યારે પણ રાજકોટની અંદર ઘણી એવી સ્કુલો છે કે જે સારામાં સા‚ શિક્ષણ આપે છે.
હું ગરીબ સમાજમાંી આવુ છું એટલે મને ખબર છે કે શિક્ષણ શું છે. શિક્ષણ વિના ઉધ્ધાર ની. ગરીબ વિર્દ્યાીને સરસ સ્કુલ અને વિના ફી એ મળે તેમજ સારા શિક્ષકો, સા‚ જ્ઞાન મેળવી શકે તેવી લાગણી છે.
મંતવ્ય
આજે દરેકને સરકારી શાળા પર વિશ્ર્વાસ ભરોસો કેટલો ? આજ સરકારી શાળામાં શિક્ષકો પૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય છે. સ્કૂલમાં લેબોરેટરી, મેદાન, કોમ્પ્યુટર લેબ વગેરે હોય છે. લાયબ્રેરી હોવી અત્યંત જ‚રી છે અને આવશ્યક હોય છે પરંતુ? છતાં વાલીનો ભરોશો કેમ નહિ? આ માટે વાલી અને શિક્ષકો બંને એક સિક્કાની બે બાજુ છે. પૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો હોય માર્ગદર્શન પૂર્ણ આપતા હોય છતાં બાળકોને આકર્ષાય તે માટે શિક્ષક વર્ગ કયાંય મનોમંન કરે જેમ કે પ્રાઈવેટ સ્કૂલની જેમ વાલીઓને સ્કૂલે બોલાવવા જોઈએ, બાળકની પ્રગતિ અને મુશ્કેલી બંને બાબતે તેને જાણ કરવી જોઈએ. પ્રાઈવેટ સ્કુલની જેમ ખૂબ જ ોડા ોડા સમયે આંતરિક ટેસ્ટ (પરીક્ષા) દરેક વિષયની લેવી જોઈએ અને તેમાં આવતા માકર્સ બાબતે વાલીને જાણ તી રહેવી જોઈએ.
વાલી સંમેલન, વાલીને જાગૃત રાખવા માટેની તમામ તરકીબો અજમાવતા રહેવી જોઈએ. પરિક્ષાના દિવસો સુધી (બોર્ડના વિર્દ્યાીઓ માટે) શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવું જોઈએ. જયારે સામાપક્ષે વાલીએ પણ સમયાંતરે સ્કૂલે જવુને વર્ગ શિક્ષક કે વિષય શિક્ષકને મળતા રહેવું જોઈએ અને પોતાના બાળક બાબતે સજાગ રહેવું જોઈએ. સો સો બાળકો સ્કૂલે જાય તો પૂર્ણ શિસ્ત અને સંયમ જાળવે તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સો સો વાલી સરકારી સ્કૂલે જાય તો શિક્ષક અને સ્કુલની માનમર્યાદા પૂર્ણ રીતે જાળવવી જોઈએ.