વિધાર્થીઓની સંખ્યા 0 થતા સ્કૂલ થશે બંધ
એક તરફ શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકાર તરફથી મોટી મોટી જાહેરાતો કરાય રહી છે.. વિધાર્થીઓની સંખ્યા 0 થતા અમુક શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટમાં 9 જેટલી શાળાને કાયમી તાળા મારવાની નોબત આવી છે.
સ્કૂલ ચલે હમ જેવા અભિયાન અને શાળા પ્રવેશોત્સવના તાયફા વચ્ચે રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે 9 શાળાઓને કાયમી તાળા લાગશે. જેમાં 3 ગ્રાન્ટેડ માધ્યમિક અને છ ખાનગી પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી એસ કૈલાના જણાવ્યા અનુસાર રાજકોટના રાજ સમઢિયાળા, કોલકી અને રૈયા પાસેની મળી કુલ ત્રણ ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા જ થઈ નથી. માટે તેની સુનાવણી થશે અને આ શાળાઓ બંધ કરવામાં આવશે. રાજ સમઢિયાળામાં સ્કૂલના મકાનનો વિવાદ હતો,
બીજી તરફ જિલ્લામાં છ ખાનગી પ્રાથમિક શાળા પણ વિદ્યાર્થીઓની સંખ્યા નહીં થવાને કારણે બંધ થવામાં છે. શિક્ષણ વિભાગના નિયમ અનુસાર ખાનગી પ્રાથમિક શાળાઓમાં એડમિશન શરૂ કરવામાં આવશે. કોલકીમાં એક જ મંડળ દ્વારા બે શાળાઓની હાલત આવી થવા પામી છે. રાજકોટ જિલ્લામાં વધવાને બદલે છ પ્રાથમિક શાળા ઘટશે.6વથી 7 શિક્ષકો ફાજલ થશે
ગ્રાન્ટેડ સ્કૂલો ચલાવવામાં આવતી હતી તેમાંથી એક્માં વિદ્યાર્થી ન થતા તે બંધ કરાશે. આ ત્રણેય શાળાઓ એક-બે રૂમના મકાનમાં ચાલતી હતી. આ શાળાઓ બંધ થશે એટલે છ થી સાત શિક્ષકો ફાજલ થશે. જેમને નિયમાનુસાર અન્ય શાળામાં ફરજ સોંપાશે.
એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયાના 15 દિવસમાં એક પણ વિદ્યાર્થી ન થાય તો શાળા બંધ કરવાની કાર્યવાહી કરવાની થાય છે.
નોંધનીય છે કે રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે માત્ર બે નવી હાઈસ્કૂલને ગાંધીનગરથી શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આમ જિલ્લામાં બે નવી હાઈસ્કૂલ શરૂ થશે તેની સામે ત્રણ ગ્રાન્ટેડ માધ્યમિક અને છ ખાનગી પ્રાથમિક શાળા કાયમી ધોરણે બંધ થશે. બંધ થવા જઈ રહેલી શાળાઓ 20 થી 25 વર્ષ જૂની હોવાનું જાણવા મળે છે.