અબતક, રાજકોટ
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી, પ્રવક્તા અને રાજકોટ શહેર તથા જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે સવારે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યા બાદ લાભાર્થીઓને વિવિધ સહાયનો વિતરણ કર્યું હતું. તેઓએ એક લાભાર્થીને સરકારની યોજના અંતર્ગત સીએનજી રીક્ષાનું વિતરણ કર્યા બાદ આ રીક્ષામાં ચક્કર લગાવ્યુ હતું. પોતે જાતે રીક્ષા ચલાવી રોડ પર નીકળ્યા હતા.
પાછલી સીટમાં મેયર ડો.પ્રદિપ ડવ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી ગોઠવાઇ ગયા હતા. સંગઠન અને સરકારમાં પોતાની કાબિલીયત પૂરવાર કરી ચૂકેલા જીતુભાઇએ આજે એ વાત પણ પ્રસ્તાપિત કરી દીધી હતી કે રાજકારણ હોય કે અન્ય કોઇ ક્ષેત્ર જ્યાં સતત ટ્રાફીક વધુ રહેતું હોય ત્યાં તેઓને આસાનીથી પોતાનો રસ્તો કરતા સારી રીતે આવડે છે. સોશિયલ મિડીયા પર કેબિનેટ મંત્રી રીક્ષા ચલાવતા હોવાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો.