કાયદામંત્રીને કાયદાની લપડાક
કોંગ્રેસના અશ્વિન રાઠોડે બેઠકનું પરિણામ હાઇકોર્ટમાં પડકાર્યુ ’તુ: ચૂંટણી રદ
હાઇકોર્ટના આદેશથી ભાજપમાં સન્નાટો: ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં અપીલ કરાશે
ગુજરાત વિધાન સભાની વર્ષ ૨૦૧૭ની ધોળકાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીત કોંગ્રેસના ઉમેદવારે હાઇકોર્ટમાં પડકારેલી લાંબા કાનૂની જંગ બાદ આજે ઉઘડતી અદાલતે વિડીયો કોન્ફરન્સિંગથી જસ્ટોઝે ચુકાદો આપ્યો હતો. ચુકાદો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ધારાસભ્ય રદ કરી ચૂંટણી રદ કરવામાં આવી છે.
કાયદા અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વિરૂધ્ધમાં આવેલા ચુકાદાથી સરકારમાં અને ભાજપ પક્ષમાં સન્નાટો વ્યાપી ગયો છે. હાઇકોર્ટના ચુકાદાના અભ્યાસ બાદ સુપ્રિમ કોર્ટમાં પડકારવા માટે પ્રદેશ ભાજપ અને રાષ્ટ્રીય નેતાગીરી સાથે માર્ગદર્શન મેળવ્યા બાદ આગળનો કાનૂની જંગ ખેલવામાં આવશે.
વધુ વિગત મુજબ ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં ધોળકા બેઠક પર ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમાને
૩૨૭ મતોની પાતળી સરસાઇથી વિજેતા જાહેર કરતા તેની સામે કોંગ્રેસના ઉમેદવાર અશ્ર્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો હતો કે મત ગણતરી વખતે કર્મચારીના મત બેલેર પેપરની ગણતરીમાં ગેરરીતી આચરવામાં આવી હોવાથી ચૂંટણી રદ થવી જોઇએ તેમજ પોતાને વિજેતા જાહેર કરવા તેવી માંગણી સાથે અશ્ર્વિન રાઠોડ હાઇકોર્ટમાં માંગ કરી.
હાઇકોટમાં કાનૂની જંગમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કોગ્રેસના પરાજય ઉમેદવાર અશ્ર્વિન રાઠોડ પડકારી ગંભીર આરોપ મુકતા વિધાનસભા વિસ્તારના રિટનીંગ ઓફસિર ધવલ જાનીની બદલી કરવામાં આવી હતી અને મત ગણતરીમાં છળરડા કરવામાં આવી અને ૪૨૯ બેલેટ પેપરના મતને ધ્યાને લેવામાં નથી આવ્યા.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઇકોર્ટમાં આ કેસ ચલાવવા સામે સુપ્રિમ કોર્ટમાં દાદ માંગી હતી જોકે સુપ્રિમ કોર્ટ આ કેસમાં ગુજરાત હાઇકોર્ટ ન્યાય આપે તે પછસ સાંભળવાનો હુકમ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં કેસની સુનાવણી શરૂ થઇ હતી જેમાં જસ્ટીસ ઉપાધ્યાયે પણ ગુજરાત હાઇકોર્ટની તટસ્થા મુદ્દે સુપ્રિમ કોર્ટમાં સોગેદનામુ કરનાર ભુપેન્દ્રસિંહની આકરી ટીકા કરીને જણાવ્યુ હતું કે રાજયના કાયદામંત્રીને રાજયના ન્યાયતંત્રમાં વિશ્ર્વાસ ન હોય તો હાઇકોર્ટ બંધ કરી દેવી જોઇએ તેવી ટકોર કરી હતી.
કેસમાં ભુપેન્દ્રસિંહ સાક્ષી ન હોવા છતા તેમણે હાઇકોર્ટમાં પોતાને પક્ષ રાખવાની માંગ કરી હતી આ કેસમાં પરાજીત ઉમેદવાર અશ્ર્વિન રાઠોડની માગ મુજબ સીસીટીવી ફુટેજ, મોબાઇલ વગેરે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સુનાવણીમાં ભુપેન્દ્રસિંહના સંક્રેટરીની ભૂમિકા શંકાસ્પદની નોંધ લેવામાં આવી હતી.
હાઇકોર્ટમાં બંન્ને પક્ષોની લેખિત-મૌખિક દલીલો તેમજ દરસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ચૂંટણીપંક્ષે પણ ધોળકા વિધાનસભા બેઠકની મતગણતીમાં ગેરરિતી થઇ હોવાનુ વાત માની હતી તેમજ રિટર્નીગ ઓફિસ ધવલ જાની અને ચૂંટણી નિરક્ષિક સનદી અધિકારી વિજાતા બોહરા સામે પગલે ભરવાની ભલામણે કરી હતી.
આ કેસની સુનાવણી જસ્ટસી પરશે ઉપાધ્યાયની કોર્ટમાં થઇ હતી. ચૂંટણીની પિટશિનની ૬૩ સુનાવણીઓ થઇ હતી. તમામ પક્ષોની સૂનાવણી પૂર્ણ કરીને પોતાનો ચુકાદો અનામત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેમજ આ કેસમાં કોઇ પક્ષકારને રજૂઆત કરવી હોય તો તેઓ ૧૦ ફેબ્રઆરી સુધીમાં લેખિતમાં રજૂઆત કરી શકશે તેમ નિર્ણય જાહેર કર્યો છે.
હાઇકોર્ટ આજે ઉધડતી અદાલતે વિડિયો કોન્ફરન્સિંગથી ચુકાદો આપ્યો હતો.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં ચુકાદા આવ્યો છે અને ચુંટણી જ રદ કરી નાખી છે. આથી કાયદાકીય ભુપેન્દ્રસિંહ ધારાસભ્ય રહ્યા નથી આ ચુકાદા ભાજપ અને સરકાર માટે ફટકા રૂપ ગણાય છે.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં આવેલા ચુકાદાને સુપ્રીમમાં પડકારાશે: નીતિન પટેલ
ખુબજ ચર્ચામાં રહેલી ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી દરમિયાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે આજે વિડીયો કોન્ફરન્સથી આપેલો ચૂકાદો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરુધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં આવતા ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવા અંગેના બહાર આવેલા અહેવાલો બાદ આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું કે, કાયદાકીય અપીલ કરવા અંગે અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતાગીરી સાથે ચર્ચા અને માર્ગદર્શન લઈ આગળની પ્રોસીઝર અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું નિતીન પટેલે પ્રતિક્રિયામાં જણાવ્યું હતું.
સરકાર ચુકાદાની તાત્કાલીક અમલવારી કરાવે: અમીત ચાવડા
અમીત ચાવડાએ રાજ્ય સરકારને આ ચુકાદા અંગે કહ્યું કે, રાજ્ય સરકાર હાઈકોર્ટના આ ચુકાદાને તાત્કાલીક અમલવારી કરાવે, રાજ્ય સરકાર ચુકાદાનું પાલન નહીં કરે તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે. આ ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નૈતિકતાના ધોરણે રાજીનામુ આપવું જોઈએ. ખોટી રીતે ચૂંટાયાનો હાઈકોર્ટ કહેતી હોય ત્યારે તેમને પદ પર રહેવાનો કોઈ હક્ક નથી. મુખ્યમંત્રીએ પણ આ બાબતે વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
હાઈકોર્ટના ચુકાદાએ સાબિત કર્યું ‘સત્યમેવ જયતે’: શક્તિસિંહ ગોહિલ
હાઈકોર્ટનો ચુકાદો આવતા જ કોંગ્રેસના નેતાઓમાં આનંદની લાગણી છવાઈ હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે ચુકાદો આવ્યા બાદ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, હાઈકોર્ટના ચુકાદાએ સાબિત કર્યું છે કે, ‘સત્યમેવ જયતે’ આ સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પણ હાઈકોર્ટના ચુકાદાને આવકારી અને કહ્યું કે, ગુજરાતની ચૂંટણીનું મોડલ આ ચુકાદાથી ખુલ્લુ પડ્યું, ગુજરાતના કાયદા પ્રધાન અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીત મુદ્ેનો આ ઐતિહાસિક ચુકાદો રહેશે.
ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારી લઈ તાત્કાલિક રાજીનામુ આપે: કોંગી અગ્રણીઓ
અશોક ડાંગર, મહેશ રાજપૂત અને વશરામ સાગઠીયાના શાબ્દિક પ્રહારો
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, અને રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતની યાદી જણાવે છે કે આજરોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં ગુજરાત રાજ્યના ભાજપ સરકારમાં શિક્ષણ (પ્રામિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌસંવર્ધન અને નાગરિક ઉડ્ડયન ખાતાના મંત્રી તરીકેનું પદ ધરાવતા હતા તેમજ વર્ષ ડીસેમ્બર-૨૦૧૭માં તેઓની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડ દ્વારા જીતને પડકારવામાં આવેલ હતી રીઝલ્ટ આવ્યું ત્યારી જ ભુપેન્દ્રસિંહે પોતાના સત્તાનો દુરુપયોગ કરતી ચૂંટણી અધિકારી સાથે મીલીભગત કરી પોતાને ચુંટાયેલા જાહેર કરાવી દીધા હતા અને સત્યને દબાવવાની કોશીસ કરી હતી સત્યને દબાવી શકાય પરંતુ સત્યને ક્યારેય છુપાવી શકાતું ની સત્યની હમેશ જીત થાય છે અને અસત્યનો હમેશા પરાજય થાય છે, ન્યાય તંત્રમાં દેર છે પણ અંધેર નથી આજરોજ સત્યની જીત થઇ છે તેમજ લોકોને ન્યાયતંત્ર દ્વારા સાચો ન્યાય મળેલ છે.
અશોક ડાંગરે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં હાઈકોર્ટ દ્વારા આ મહત્વનો ચુકાદો આપી સત્યને જાહેર કર્યું છે અને ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો ખુલ્લો પડ્યો છે અને ભાજપ પક્ષ અને ગુજરાત સરકારના મંત્રીને બેનકાબ કર્યા છે ત્યારે રાજ્યની જનતાને પણ ન્યાય તંત્ર ઉપરથી ભરોસો ઉઠી ગયો હતો અને આ ચુકાદા ઉપરી હવે કયાય લાગી રહ્યું છે ભાજપની ભ્રષ્ટાચારી માનસિકતા અને ગુંડાગીરીને ન્યાયતંત્ર દ્વારા માત આપી છે ત્યારે પ્રજા હવે સાચો ચહેરો ઓળખી ગઈ છે અને પ્રજાને ન્યાયતંત્ર પર ઉઠી ગયેલો ભરોસો ફરી બેઠો છે.