રૂા. ૧૦૦ લાખના ખર્ચે બનેલ સેમસંગ ટેક્નિકલ સ્કુલ વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો કરશે
આગામી તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે ૭૧મા પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે. જે અંતર્ગત શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે તા.૨૨મી જાન્યુઆરીના રોજ રૂપિયા ૨૦૫૨.૫૦ લાખના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ રાજ્ય સરકારે પ્રજાની સુખાકારી માટે અનેકવિધ વિકાસ કામોનું નિર્માણ કર્યું છે. જેને અનુલક્ષીને શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા. ૨૨મી જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યે રાજકોટ મનપા દ્વારા આયોજિત મા વાત્સલ્ય કાર્ડ કેમ્પની મુલાકાત લેશે. સવારના ૧૦.૧૫ કલાકે કલેક્ટર ઓફિસ રાજકોટ ખાતે જાપાનીઝ ઓરોગામી પધ્ધતિથી બનાવેલ ફલેગ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે.
મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ૨૨મી જાન્યુઆરીના રોજ કોટડાસાંગાણી ખાતે સવારના ૧૧.૩૦ કલાકે રૂપિયા ૭૦૯ લાખના ખર્ચે બનેલ ૨૨૮ સ્માર્ટ ક્લાસ રૂમ, જ્ઞાનકુંજ વર્ગ, બાયોમેટ્રીક એટેનડેન્ટ સિસ્ટમ, ૨૪૦૦૦ દિકરીઓ માટે બનેલ સ્વરક્ષણ તાલીમ વર્ગોનું લોકાર્પણ કરશે. તેમજ રૂપિયા ૨૪૦ લાખના ખર્ચે તૈયાર થનાર શાળા અપગ્રેડેશન પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે. આ ઉપરાંત કોટડાસાંગાણી ખાતે ભૂર્ગભ ગટર, મુસ્લીમ કબ્રસ્તાન કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક, દેતડીયા ગામની આંગણવાડી કમ્પાઉન્ડ વોલ, આંગણવાડી મકાન જેવા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
સમાજની રચનામાં શિક્ષણને મહત્વનો ભાગ માનતા શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમના હસ્તે બપોરના ૩.૩૦ કલાકે સેમસંગ ટેક્નિકલ સ્કુલનું કરાશે. ત્યારબાદ રાત્રીના ૯.૩૦ વાગ્યે રાજકોટ એસોસીએશન દ્વારા હેમુગઢવી હોલ ખાતે આયોજિત ફ્રેન્ડશીપ વીથ મહાત્મા ગાંધી અને ગુરૂદેવ ટાગોરની નાટ્ય વાચિકમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.