• બીજા દિવસે 1983 બાળકોની સાથે 8 દિવ્યાંગ બાળકોને અપાયો પ્રવેશ

રાજ્ય સરકારનો શિક્ષણ મહાકુંભએટલેક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેમાંતા. 27/06/2024ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના બીજાદિવસે રૂટ નં. 1 થી 11 માં શાળા નં. 100,43, 77, 46, 67, 97, 71, 89બી, 80, 73, 70, 74, 60, 26, 90, 88એ, 69, 81એ, 47, 57, 28, 98, 44, 87, 93, 84, કોઠારીયા સ્ટે.પ્રા. શાળા, નારાયણનગર ક્ધયા પ્રા. શાળા, નારાયણનગર કુમાર પ્રા. શાળા, તિરુપતિ પ્રા. શાળા, જયભારત પ્રા. શાળા, વાવડી પ્રા. શાળા ખાતે શિક્ષણ સમિતિની કુલ : 32અને શહેરની અન્ય માધ્યમિક 18 શાળાઓ સાથે જોડાયેલ. શાળાઓમાં બાલદેવોના કિલ્લોલ સાથે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાલવાટીકામાં 1005 બાલદેવો,ધો. 1, ના 228 કુમાર અને 265ક્ધયાઓ મળી કુલ 493 બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. આંગણવાડીમાં 246કુમાર અને 239ક્ધયાઓ મળી કુલ 485 બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો. તેમજ સાથો સાથ 1 (એક) ક્ધયાઓને વિદ્યા લક્ષ્મી બોન્ડનું વિતરણ કરવામાં આવેલ.

બાળકો પોતાના જીવનમાં શિક્ષણ માટેનું પ્રથમ પગથીયું મુકતાની સાથે જેને એક અવસર તરીકે ઉજવવામાં આવે અને તેનો ઉત્સાહ વધારવા, પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. જેમાં હરહમેશ પ્રજાની મદદ માટે ઉપસ્થિત રહેતા અને બાળકો માટે ગમે તે કાર્ય કરવા માટે તત્પર એવા લોકલાડીલા  ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય, રાજકોટ શહેરના બાળકોના આપેલ સંદેશ મુજબ શાળામાં ભણતર માટે આવતા બાળકો જયારે પોતાનું પ્રથમ ડગલું માંડે અને શાળામાં દોરવામાં આવેલ ભીતચિત્રો માંથી મનમાં જે ચિત્રમાંની વ્યક્તિ બનવા માટે બાળક નિર્ધાર કરે તે પરિપૂર્ણ કરવા માટે કાયમ હું શિક્ષણ સમિતિ અને તેમાં અભ્યાસ કરતા દરેક બાળકો માટે હાજર રહીશ.

દેવાંગ દેસાઈ  કમિશ્નર રાજકોટ મહાનગરપાલિકા,પોતાના વક્તવ્યમાં જણાવ્યા અનુસાર શાળાના શિક્ષકોને હમેશ માટે વિવિધ પુસ્તકો વાંચીને બાળકોને તેનાથી માહિતગાર કરવા, ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને પોતાની અંગત જીવનનું ઉપદેશ આપી શિક્ષણ નું મહત્વ સમજાવ્યુ અને સાથો – સાથ તેમન મનપસંદ પુસ્તક “તોતો ચાન” વિષે વિસ્તૃત વાત કરેલ અને તે શિક્ષકોને વાંચવા માટે પ્રેરણા આપેલ.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવીણકુમાર નિમાવતઅને શાસનાધિકારી કિરિટસિંહ પરમારના વડપણ હેઠળ આ કાર્યક્રમોમાં  મેયર, રા.મ્યુ.કો. નયનાબેન પેઢડીયા, મોહનભાઈ કુંડારિયા-પૂર્વ સાંસદ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા – ધારાસભ્ય, રાજકોટ શહેર,વિશાલ ગુપ્તા, એડી.રૂરલ ડેવલોપમેન્ટ કમિશનર, ગાંધીનગર, બ્રિજેશકુમાર ઝા, પોલીસ કમિશનર, રાજકોટ શહેર, સ્વપ્નીલ ખરે , ડે.કમિશનર,રા.મ્યુ.કો., ડો. જે.એચ.ઓઢવાણી – જનરલ એડમિનિસ્ટ્રેશન સચિવાલય ગાંધીનગર, નરેન્દ્રસિંહ જાડેજા વગેરે અધિકારીઓની પ્રવેશોત્સવની શાળાઓમાં પ્રેરણાદાયક ઉ5સ્થિતિ રહી હતી.

વિનોબા ભાવે પે સેન્ટરમાં બાળકોને ચંદનના તિલક સાથે મો મીઠું કરાવીને કરાવ્યો શાળા પ્રવેશ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 માં તારીખ 27 જૂનના રોજ સવારે 8 કલાકે બાલવાટિકા, ધોરણ 1 અને આંગણવાડીના વિદ્યાર્થીઓનો ભવ્ય પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો. ક્ધયા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની 93 વિદ્યાર્થીઓને હર્ષભેર શાળામાં પ્રવેશ આપીને કરવામાં આવી. પૂર્વ મેયર રાજકોટ નગરપાલિકા ડો. પ્રદીપભાઈ ડવના અધ્યક્ષ સ્થાને શાળા નંબર 93 માં પ્રવેશ ઉત્સવ ઉજવાયો. મુખ્ય મહેમાન તરીકે મહેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ રાજકોટ શહેર ભાજપ, રાજદીપસિંહ જાડેજા ઉપ-પ્રમુખ રાજકોટ શહેર ભાજપ, સુરેન્દ્રસિંહ વાળા ચેરમેન સમાજ કલ્યાણ સમિતિ રાજકોટ વગેરે મહેમાનઓ ઉપસ્થિત રહ્યા હતા. નાના નાના બાળકોનો પ્રવેશ ચંદનનાં તિલક સાથે તથા મોં મીઠું કરીને કરાવવામાં આવ્યો. બાળકોને દફતર તથા સ્ટેશનરી કીટ આપી તેમનું સ્વાગત કરાયું. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. આ ઉપરાંત ધોરણ ત્રણ થી આઠનાં વાર્ષિક પરીક્ષામાં એક થી ત્રણ નંબર લાવનાર અને શૈક્ષણિક સિદ્ધિ હાંસેલ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત સીઈટીની પરીક્ષા, એનએમએમએસની પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. શાળામાં દાનનો ધોધ વહાવનાર દાતા ગીરાબેન શાહનું પણ સન્માન કરવામાં આવ્યું. મહેમાનઓ દ્વારા શાળાના પ્રટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા મહેમાનઓ દ્વારા શાળા શાળાની સંપૂર્ણ મુલાકાત લેવામાં આવી. શાળાના સ્માર્ટ વર્ગો, શાળાનાં બાલવાટીકા વર્ગમાં થયેલું પેઇન્ટિંગ આ ઉપરાંત શાળાની વિવિધ પ્રવૃત્તિઓથી મહેમાનોને અવગત કરવામાં આવ્યા.

અધ્યક્ષ ડો. પ્રદીપભા઼ઈ ડવ દ્વારા બાળકોને પ્રેરણાદાયી પ્રવચન પૂરું પાડવામાં આવ્યું. આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા શાળા નંબર 93માં પીએમ શાળાનો પરિચય કરાવવામાં આવ્યો.  ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ પ્રવેશોત્સવનાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

અકતેશ્ર્વર આંગણવાડી કેન્દ્રનું ભૂમિપુજન કરતા ભાનુબેન બાબરીયા

નર્મદા જીલ્લામાં તૈયાર થવા જઇ રહેલા 43 આંગણવાડી કેન્દ્રોના ભૂમિપુજનના પ્રતિક રુપે ગુજરાત રાજયના મહિલા અને બાળક કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ ગરૂડેશ્ર્વર તાલકાના અકતેશ્ર્વર ખાતે આંગણવાડી કેન્દ્રનું ભૂમિપુજન કર્યુ હતું.

સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્ય પોષણ અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ મંત્રીના પ્રેરક ઉ5સ્થિતિમાં અકતેશ્ર્વર આંગણવાડીનું ભુમિપુજન 43 આંગણવાડી કેન્દ્રોને ઘ્યાનમાં લઇને કર્યુ હતું.

આ પ્રસંગે મંત્રી બાબરીયાએ આંગણવાડી થકી નાના ભૂલકાઓને માતાની જેમ વ્હાલ આપી ગમ્મત સાથે જ્ઞાન પીરસીને સમજશકિતની ભાવના કેળવવા તેમજ તેઓને પોષણયુકત આહાર પુરુ પાડવા બદલ પ્રસંશા કરી હતી.

વધુમાં મંત્રીએ ઉમેર્યુ કે, શિક્ષણનું પ્રથમ સોપાન કંડારવા જતા માસુમ બાળકો સશકત સમાજનું નિર્માણ કરવા સક્ષમ બને તે જવાબદારી આપણી છે. બાળકોમાં કંઇક નવું શીખવાની જિજ્ઞાસા કેળવાય અને તેમને સાનુકુળ વાતાવરણ મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે બાળ વિકાસને કેન્દ્ર સ્થાને રાખ્યું છે.

આ પ્રસંગે મંત્રીના અઘ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં આઇસીડીએસ ના મદદનીશ નિયામક અલ્પાબેન સોલંકી, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફીસર ક્રિષ્નાબેન પટેલ ગામના સરપંચ સ્થાનીક પદાધિકારીઓ હોદેદારો ઉ5સ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.