હજારો લોકોએ બોગસ સર્ટીફીકેટ દ્વારા ખાનગી તેમજ સરકારી વિભાગોમાં નોકરી મેળવી છે
હવે શિક્ષણ પણ વેચાતું બની ગયું છે. પોલીસે બોગસ ડીગ્રીઓ વેચતા એક એકયુપ્રેસર રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં ૪૦ એજન્ટો ઝડપાયા છે. દેશભરમાં તેઓ ૫૦,૦૦૦ થી પણ વધુ ગેરકાયદેસર માર્કશીટ, સર્ટીફીકેટ અને સ્કુલ બોર્ડ રિઝલ્ટ વહેચી ચુકયા છે. આ કારસ્તાનનો મામલો ફરીયાદ બાદ સામે આવ્યો હતો. બોગસ વેબસાઇટ સહીત ૩૦ શિક્ષણ બોર્ડના બોગસ સર્ટીફીકેટ શિક્ષણ સોસાયટી દ્વારા વહેંચવામાં આવતાં જ તદન સાચા જેવા જ લાગે છે. પોલીસે જણાવ્યું હતું કે હજારો લોકો આ બોગસ સર્ટીફીકેટથી ખાનગી તેમજ સરકારી વિભાગમાં નોકરી મેળવી ચુકયા છે. આ ગેંગના ત્રણ લોકો પંકજ અરોરા, પવિતર સિંહ અને ગોપાલ ક્રિષ્ન ઝડપાયા છે.
વિજય કુમારે પોલીસને જણાવ્યું હતું કે એક વ્યકિતએ પોલીસ સ્ટેશનમાં ધો.૧૦નું ખોટું ડીગ્રી સર્ટીફીકેટ મળતા ફરીયાદ કરી હતી. આ લોકો રાજસ્થાનના સમાચાર પત્રમાં જાહેરાત પણ આપતા હતા. એક અન્ય ફરીયાદીએ જણાવ્યું હતું કે અરોરાએ તેમને રૂ ૧ લાખ ૩૧ હજારની માંગ કરી અને કહ્યું તમે પરીક્ષામાં બેસ્યા વિના જ સર્ટીફીકેટ મેળવી શકશો. તેમાં ચિંતા કરવા જેવી કોઇ બાબત નથી. ત્યારબાદ ફરીયાદીએ તેની વેબસાઇટ ચેક કરી અને સર્ટીફીકેટ પણ મેળવ્યું જયારે તેમણે પાસપોર્ટ માટે રાજસ્થાનમાં અરજી કરી ત્યારે તેમણે જણાવ્યું કે સર્ટીફીકેટ ખોટું છે. બાદમાં તેણે પોલીસ ફરીયાદ નોંધાવી.
આ ગેંગ પાર્ટી પ્રમાણે ૧૦ હજારથી લઇને લાખોની કિંમત સુધીની રકમ માર્કશીટ અને ડ્રીગી વહેચી મેળવી લેતી હતી. તેના સ્થળે છાપા માર્યા બાદ હજારો કોરા બોગસ સર્ટીફીકેટ અને કમ્પ્યુટરો તેમજ ફર્જી દસ્તાવેજો અને માર્કશીટો મળી આવ્યા હતા. તેમણે હજારોને સુરક્ષિત નોકરી અપાવી કરોડોની કમાણી કરી છે આ ગેંગના બે મુખીયા બલવિન્દર સિંહ અને ધર્મપાલ ઓળખાયા છે. જેને ઝડપવા પોલીસે તજવીહ હાથ ધરી છે.